Corona : અનુપમ ખેરે બતાવી અનોખી જાગૃતિ, જાણીને કહેશો શાબાશ

એક તરફ કોરોના વાયરસ પોઝિટિવ સિંગર કનિકા કપૂરે દાખવેલી બેદરકારીને લીધે લોકોમાં તેના પ્રત્યે રોષ છે ત્યારે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે અનોખી જાગૃતિ દાખવી છે. 

Corona : અનુપમ ખેરે બતાવી અનોખી જાગૃતિ, જાણીને કહેશો શાબાશ

મુંબઈ : એક તરફ કોરોના વાયરસ પોઝિટિવ સિંગર કનિકા કપૂરે દાખવેલી બેદરકારીને લીધે લોકોમાં તેના પ્રત્યે રોષ છે ત્યારે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે અનોખી જાગૃતિ દાખવી છે. એક્ટર અનુપમ હાલમાં જ વિદેશથી આવ્યા છે અને પૂરતી તકેદારી રાખી રહ્યા છે. આ વાતનો પુરાવો તેમણે એક વીડિયો શેર કરીને આપ્યો છે.

અનુપમ ખેર પોતાની માતાની ખૂબ નજીક છે. તે ઘણીવાર માતા દુલારી સાથે વિડીયો શેર કરતા રહે છે. હાલમાં જ અનુપમે એક વિડીયો શેર કર્યો છે. જેમાં મા-દીકરાનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે. સાથે જ એકબીજાથી દૂર રહેવાની વ્યથા પણ તેમના ચહેરા પર જોવા મળે છે. કોરોના વાયરસના ફેલાવા વચ્ચે અનુપમ ખેરે પોતાને આઈસોલેટ કરી દીધા છે. શુક્રવારે તેઓ અમેરિકાથી આવ્યા છે અને હવે સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે.

— Anupam Kher (@AnupamPKher) March 20, 2020

ભારત આવ્યા બાદ અનુપમ ખેર પોતાની માતાને મળ્યા નથી. જેથી તેમનાં મમ્મી થોડા રિસાઈ ગયા છે. અનુપમ ખેરે વીડિયો ટ્વિટ કરીને લખ્યું, “સાવધાની રાખીને મેં નિર્ણય કર્યો કે હું મારી માતા પાસે નહીં જાઉં. મેં જ્યારે તેમને વીડિયો કૉલ કર્યા ત્યારે તે થોડા ગુસ્સે થયા હતા પરંતુ જલદી જ તેઓ સમજી ગયા કે આ અંતરનું કારણ શું છે. મા-દીકરા વચ્ચેનું આ અંતર અમને વ્યથિત કરી રહ્યું છે. પરંતુ શું થાય? આજકાલના માહોલમાં આ જરૂરી છે.”

અનુપમ ખેર પોતાની આગામી ટીવી સીરિઝ ‘ન્યૂ એમ્સ્ટર્ડમ’ના શૂટિંગ માટે છેલ્લા થોડા અઠવાડિયાથી ન્યૂયોર્કમાં હતા. જો કે, કોરોના વાયરસના પગલે શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. આ જ કારણે તેઓ ભારત પરત આવી ગયા છે. અહીં આવીને અનુપમે જણાવ્યું, “હું હમણાં જ આવ્યો છું. એરપોર્ટ પર ટેસ્ટ કરાવ્યો છે અને મને ક્લીનચીટ આપવામાં આવી છે. હું ઘરે જ સેલ્ફ-આઈસોલેશનમાં રહીશ.”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news