Pitru paksha 2022: આજથી શરૂ થાય છે પિતૃઓનું શ્રાદ્ધ, જાણો તિથિ મુજબ તર્પણનું મહત્વ
હિંદુ ધાર્મિક ગ્રંથો મુજબ પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. જે સંપૂર્ણપણે આપણા પૂર્વજોને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ ભાદરવી પૂનમના દિવસથી શરૂ થાય છે. જે અમાસના દિવસે પૂર્ણ થાય છે. એટલા માટે આ વખતે 25 સપ્ટેમ્બર સુધી પિતૃ પક્ષ ચાલશે.
Trending Photos
આપણે ત્યાં તમામ પરંપરાગત રિવાજોને ખુબ જ મહત્વના માનવામાં આવે છે. જેમાં પિતૃ પક્ષએ પિતૃઓ માટે પ્રાર્થના કરવા માટેનો સૌથી શુભ પ્રસંગ છે. જેમાં લોકો પોતાના પૂર્વજો જે પિતૃ યોનીમાં હોય તેમના માટે તર્પણ કરવાનો મહિમાં છે. જે અમસાજના દિવસે પૂર્ણ થાય છે. જેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે. તેના બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે.
પિતૃ પક્ષનું મહત્વ
હિંદુ ધાર્મિક ગ્રંથો મુજબ પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. જેમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન, પૂજા વગેરે કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કાગડાઓને ખવડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડા દ્વારા ખોરાક પૂર્વજો સુધી પહોંચે છે. આ ઉપરાંત ઘણા લોકો એવું પણ માને છે કે પિતૃપક્ષ દરમિયાન ફક્ત આપણા પૂર્વજો જ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. એટલા માટે આ સમયગાળા દરમિયાન ભૂલથી પણ તેમનો અનાદર ન કરવો જોઈએ. જેથી તેમને તાજો રાંધેલા ખોરાક આપવાનું માનવામાં આવે છે.
કેવી રીતે થાય છે તર્પણ પદ્ધતિ
સૌથી પહેલા સ્વચ્છ પાણી, બેસવા આસન, થાળી, કાચું દૂધ, ગુલાબના ફૂલ, ફૂલની માળા, કુશા, સોપારી, જવ, કાળા તલ, જનોઈ વગેરે તમારી સાથે રાખો. આચમન કર્યા બાદ તમારા હાથ ધોઈ તમારા પર પાણીનો છંટકાવ કરો. ત્યાર બાદ ગાયત્રી મંત્ર સાથે કુંડળી બાંધો અને તિલક કરો. પછી થાળીમાં પાણી, કાચું દૂધ, ગુલાબની પાંખડીઓ નાખવી. ત્યાર બાદ હાથમાં ચોખા લઈને દેવતાઓનું સ્મરણ કરવું. એ વાતનું ધ્યાન રાખો કે તર્પણ પદ્ધતિ માટે પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું પડે છે.
શ્રાદ્ધ વખતે અનામિકા આંગળીમાં કુશ ઘાસની બનેલી વીંટી ધારણ કરવી જોઈએ. પછી સીધા હાથે તર્પણ અર્પણ કરો. પિતૃઓને અગ્નિમાં ગાયનું દૂધ, દહીં, ઘી અથવા ખીર અર્પણ કરો. બ્રાહ્મણ માટે ભોજન છોડતા પહેલાં ગાય, કૂતરા અને કાગડાઓ માટે ખોરાક બહાર કાઢવું જોઈએ. પિતૃતીર્થથી દક્ષિણ તરફ મુખ કરીને કુશ, તલ અને જળ લઈને એક અથવા ત્રણ બ્રાહ્મણોને ખવડાવું જોઈએ. તર્પણ કર્યા પછી જ બ્રાહ્મણને ભોજન અર્પણ કરો અને ભોજન કર્યા પછી દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો. જેથી બ્રાહ્મણના આશીર્વાદ મેળવો.
પિતૃ પક્ષમાં શ્રાદ્ધની તિથિઓ
- પૂર્ણિમા શ્રાદ્ધ: 10 સપ્ટેમ્બર 2022
- પ્રતિપદા શ્રાદ્ધ: 10 સપ્ટેમ્બર 2022
- દ્વિતિયા શ્રાદ્ધ: 11 સપ્ટેમ્બર 2022
- તૃતીયા શ્રાદ્ધ: 12 સપ્ટેમ્બર 2022
- ચતુર્થી શ્રાદ્ધ: 13 સપ્ટેમ્બર 2022
- પંચમી શ્રાદ્ધ: 14 સપ્ટેમ્બર 2022
- ષષ્ઠી શ્રાદ્ધ: 15 સપ્ટેમ્બર 2022
- સપ્તમી શ્રાદ્ધ: 16 સપ્ટેમ્બર 2022
- અષ્ટમી શ્રાદ્ધ: 18 સપ્ટેમ્બર 2022
- નવમી શ્રાદ્ધઃ 19 સપ્ટેમ્બર 2022
- દશમી શ્રાદ્ધઃ 20 સપ્ટેમ્બર 2022
- એકાદશી શ્રાદ્ધઃ 21 સપ્ટેમ્બર 2022
- દ્વાદશી શ્રાદ્ધઃ 22 સપ્ટેમ્બર 2022
- ત્રયોદશી શ્રાદ્ધઃ 23 સપ્ટેમ્બર 2022
- ચતુર્દશી શ્રાદ્ધ: 24 સપ્ટેમ્બર 2022
- અમાવસ્યા શ્રાદ્ધઃ 25 સપ્ટેમ્બર 202
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે