Adipurush Controversy: બદલવામાં આવશે આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ, મનોજ મુંતશિરે ટ્વીટ કરી કર્યું કંફર્મ
Adipurush Controversy: લોકો ફિલ્મના કેટલાક ડાયલોગથી ખૂબ જ નારાજ થયા છે. લોકો આ વાતને લઈને પોતાનો ગુસ્સો અને પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ફિલ્મને લઈને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરે સ્પષ્ટ કર્યું છે કે જે ડાયલોગને લઈને વિવાદ થઈ રહ્યો છે તેને બદલી દેવામાં આવશે.
Trending Photos
Adipurush Controversy: આદિપુરુષ ફિલ્મ રિલીઝ થઈ તેને 2 દિવસ જ થયા છે અને ફિલ્મના ડાયલોગને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. લોકો ફિલ્મના કેટલાક ડાયલોગથી ખૂબ જ નારાજ થયા છે. લોકો આ વાતને લઈને પોતાનો ગુસ્સો અને પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ફિલ્મને લઈને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરે સ્પષ્ટ કર્યું છે કે જે ડાયલોગને લઈને વિવાદ થઈ રહ્યો છે તેને બદલી દેવામાં આવશે.
આ પણ વાંચો:
મનોજ મુંતશિરે ટ્વીટ કરી જણાવ્યું છે કે રામકથાની પહેલો પાઠ છે કે દરેકની લાગણીનું સમ્માન કરવું. સાચું અને ખરાબ સમય સાથે બદલી જાય છે. તેણે આગળ લખ્યું છે કે આદિપુરુષમાં તેણે 4000 થી વધુ પંક્તિના સંવાદ તેણે લખ્યા છે પરંતુ 5 પંક્તિના સંવાદથી લોકોની લાગણી દુભાઈ છે. આ વાતને લઈ લોકોએ તેમના માટે સોશિયલ મીડિયા પર અશોભનીય શબ્દો લખ્યા છે. તે વાતનો પણ તેણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.
તેણે લખ્યુ છે કે 3 કલાકની ફિલ્મમાં 3 મિનિટ લોકોની કલ્પનાથી અગલ વસ્તુ જોવા મળી તો તેને લોકોએ સનાતન દ્રોહી કહી દીધો. તેમણે આગળ લખ્યું છે કે તેણે અને ફિલ્મ નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે જે સંવાદથી લોકોની લાગણી દુભાઈ છે તેને સંશોધિત કરી અને આ અઠવાડિયામાં જ તેને ફિલ્મમાં એડ કરવામાં આવશે.
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…
— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023
મહત્વનું છે કે આદિપુરુષ ફિલ્મ રિલિઝ થઈ અને સાથે જ વિવાદોનો પીટારો ખોલી લીધો છે. ફિલ્મ રિલીઝ થયાની સાથે જ જે લોકો પહેલા દિવસે જ ફિલ્મ જોઈ આવ્યા હતા તેઓ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું રિએક્શન ફિલ્મને લઈને ખરાબ છે. લોકો ફિલ્મ મેકર્સ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. જેનું કારણ છે આદિપુરુષ ફિલ્મના છપરી જેવા ડાયલોગ. જોકે કેટલાક લોકો એવા પણ છે જે ફિલ્મમાં કૃતિ અને પ્રભાસના કામના વખાણ પણ કરી રહ્યા છે પરંતુ તેમના મનમાં પણ ફિલ્મના ડાયલોગને લઈને પ્રશ્ન જરૂરથી છે. પરંતુ હવે ફિલ્મ મેકર્સ વાંધાજનક ડાયલોગ્સ હટાવીને લોકોની નારાજગી દુર કરવાનો પ્રયત્ન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે