છવિએ 10 મહિના પછી આપ્યો બીજા સંતાનને જન્મ, નામ રાખ્યું છે...
અનેક હિટ ટિવી સીરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ છવિ મિત્તલ બીજી વખત માતા બની ગઈ છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં છવિએ એક દીકરી અરીજાને જન્મ આપ્યો હતો
Trending Photos
મુંબઈ : અનેક હિટ ટિવી સીરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ છવિ મિત્તલ બીજી વખત માતા બની ગઈ છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં છવિએ એક દીકરી અરીજાને જન્મ આપ્યો હતો અને હવે તેણે દીકરાને જન્મ આપ્યો છે. છવિ 12મેના દિવસે માતા બને એની શક્યતા હતી પણ ડિલિવરી ન થતા તે ચિંતામાં મુકાઈ ગઈ હતી અને તેણે આ વિશે પોસ્ટ પણ કરી હતી. જોકે લેટેસ્ટ સમાચાર પ્રમાણે તેણે 13મેના દિવસે દીકરા અરહામ હુસૈનને જન્મ આપ્યો છે અને હાલમાં તે હોસ્પિટલમાં છે.
હાલમાં છવિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યુ હતું કે તેની પ્રેગ્નેન્સીના 9 મહિના પૂરા થઈ ગયા છે અને 10મો મહિનો શરૂ થયો છે. આ ચોંકાવનારી વાત છે. સામાન્ય રીતે ડિલિવરી 9મા મહિને થઈ જાય છે. જ્યારે છવિએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી તો લોકોને લાગ્યું કે તેણે 9ના બદલે ભૂલથી 10 લખી દીધું છે પણ ખરેખર 10મો મહિનો જ શરૂ થયો હતો. છવિએ લખ્યું કે, માત્ર બાળક નક્કી કરશે કે લેબર પેઈન ક્યારે શરૂ થશે.
છવિએ તસવીર શેર કરતાં લખ્યું હતું કે સામાન્ય રીતે આવું ઘણીવાર થાય છે. બાળક અંદર સંપૂર્ણપણે સુરક્ષિત છે. આવું થાય તો કોઈપણ માતાએ પરેશાન ન થવું જોઈએ. છવિએ મજાકિયા અંદાજમાં એમ પણ લખ્યું કે, બાળકનો જન્મ થશે પછી મને એક મિનિટ પણ આરામ નહીં મળે એટલે હું હાલ ખુશ છું અને આ સમયને માણી રહી છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે