કોઈ RSSનું ખરાબ બોલે તો લાલચોળ થઈ જાય છે આ સુપરમોડલ, કારણ છે ખાસ 

દેશના મોસ્ટ પોપ્યુલર અને ફિટનેસ આઈકન ગણાતા સુપરમોડલ મિલિન્દ સોમણ અચાનક ચર્ચામાં આવી ગયો છે. દર વખતે પોતાની તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહેનાર મિલિન્દ સોમણ હવે આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને પોતાના વિચારોના કારણે ચર્ચામાં છે. મિલિન્દે સ્પષ્ટપણે એ વાત સ્વીકારી છે કે તે RSSનો ફેન છે. તેનું આ નિવેદન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેના વિરોધ અને સપોર્ટ કરનારા લોકોએ તેને ટોપ ટ્રેન્ડમાં સામેલ કર્યો છે. 
કોઈ RSSનું ખરાબ બોલે તો લાલચોળ થઈ જાય છે આ સુપરમોડલ, કારણ છે ખાસ 

નવી દિલ્હી: દેશના મોસ્ટ પોપ્યુલર અને ફિટનેસ આઈકન ગણાતા સુપરમોડલ મિલિન્દ સોમણ અચાનક ચર્ચામાં આવી ગયો છે. દર વખતે પોતાની તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહેનાર મિલિન્દ સોમણ હવે આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને પોતાના વિચારોના કારણે ચર્ચામાં છે. મિલિન્દે સ્પષ્ટપણે એ વાત સ્વીકારી છે કે તે RSSનો ફેન છે. તેનું આ નિવેદન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેના વિરોધ અને સપોર્ટ કરનારા લોકોએ તેને ટોપ ટ્રેન્ડમાં સામેલ કર્યો છે. 

હકીકતમાં વાત જાણે એમ છે કે મિલિન્દ સોમણના પુસ્તક મેડ ઈન ઈન્ડિયાનું વિમોચન થયું હતું. ત્યારબાદથી આ પુસ્તક ખુબ ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેણે પોતાના જીવન સંલગ્ન તમામ રસપ્રદ વાતો સામેલ કરી છે. પુસ્તકમાં તેણે RSS અંગે પણ પોતાના વિચારો જણાવ્યાં છે. મિલિન્દે આ પુસ્તકમાં લખ્યું છે કે મારા પિતા પણ આરએસએસનો ભાગ રહ્યા છે અને તેઓ એક પ્રાઉડ હિન્દુ હતાં. હું ક્યારેય એ સમજી શક્યો નહીં કે તેમાં ગૌરવ કરવા જેવું શું હતું. પરંતુ મેં એ પણ ક્યારેય જોયું નથી કે તેમાં ફરિયાદ કરવા જેવું શું છે. 

મિલિન્દ જતો હતો આરએસએસની શાખામાં
ચોંકાવનારી વાત એ છે કે પુસ્તકમાં મિલિન્દે સ્વીકાર્યું છે કે એક સમયે તે પણ આરએસએસની શાખામાં જતો હતો. તેણે લખ્યું કે એક અન્ય ચીજ તે સમયે થઈ હતી અને તે હતી મારી આસએસએસમાં જોઈનિંગ. એકવાર ફરીથી બધી ચીજો લોકલ હતી. લોકલ શાખા, કે શિવાજી પાર્કનું ટ્રેનિંગ સેન્ટર, અને બાબાને એ વાતમાં વધુ પડતો વિશ્વાસ હતો કે તેનાથી એક યુવા છોકરામાં અનુશાસન, જીવવાની રીત, ફિટનેસ અને વિચારવાની ઢબમાં મોટા ફેરફાર આવે છે. આ કઈંક એવું હતું કે તે દિવસોમાં આપણી આસપાસના મોટાભાગના યુવાઓ કરતા હતાં. 

જુઓ LIVE TV

કેવી રીતે બદલાઈ જિંદગી?
મિલિન્દે વધુમાં લખ્યું છે કે RSS જોઈન કર્યાં બાદ ઘણા સમય સુધી હું ત્યાંના કુશળ સભ્યોની પાછળ છૂપાયેલો રહ્યો. મને હંમેશા એ વાત પર ઘણો ગુસ્સો આવતો હતો કે મારા માતા પિતાએ મારા જેવા એકલા ખુશ રહેનારા બાળકને પૂછ્યા વગર જ આવી જગ્યાએ ધકેલી દીધો અને હું તેનો ભાગ બિલકુલ બનવા માંગતો નહતો. 

આગળ મિલિન્દ સોમણે જણાવ્યું કે સામાન્ય રીતે મારા સાથી એક વડીલ એંગ્લો ઈન્ડિયન કપલ અને તેમના બોક્સર અંદાજમાં જીવવાની રીત રહેતા હતાં. એક દિવસ આન્ટી હું એકલો રહેતો હતો તેનાથી ચિંતિત થયા અને મને સાથે ઘરે આવવા માટે કહ્યું. જ્યારે આઈ દરવાજે આવી તો તેમણે મને જણાવ્યું કે હું દરરોજ સાંજે શું કરતો રહું છું. સ્પષ્ટ રીતે ત્યારબાદથી શાખાથી બચવાની કોઈ રીત બચી નહતી. 

શાખાના અનુસાશને કરી અસર
કેવી રીતે શાખાના અનુશાસને તેના જીવનમાં ફેરફાર લાવવાની શરૂઆત કરી તે મિલિન્દે જણાવ્યું. તેણે લખ્યું કે મારા માટે રોજ સાંજે વોક પર જવું એ મારી એક આદત બની ગઈ હતી. મેં આ હંમેશા કર્યું, મારી આખી જિંદગી. આજે જ્યારે હું મીડિયા દ્વારા આરએસએસને કોમ્યુનલ અને નુક્સાનકારક પ્રોપગેન્ડા ચલાવનારા કહેતા જોઉ છું તો હું સાચ્ચે જ ખુબ પરેશાન થઈ જઉ છું. અમે અમારી ખાખી શોર્ટ્સમાં માર્ચ કરતા હતાં અને કેટલાક યોગ કરતા હતાં. આઉટડોર જિમમાં કેટલાક ફેન્સી ઈક્વિપ્મેન્ટ સાથે થોડું વર્કઆઉટ કરતા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news