જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું

4 દાયકા કરતા વધુ સમય વિત્યો પણ આજે પણ આ ઘટના ચર્ચામાં રહે છે. એકવાર ફિલ્મના એક સેટ પર બનેલી ઘટના પછી રેખા અને જયાએ એકબીજાથી અંતર કરી લીધું...પહેલાં બન્ને હતી સારી સહેલી...

જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
  • આજે પણ રેખા અને જયા બચ્ચન વચ્ચે બોલવાના પણ સંબંધ નથી
  • જયા બચ્ચનનો ગુસ્સો જોઈને ત્યારે સમસમી ગયા હતા અમિતાભ
  • ફિલ્મના સેટ પર અમિતાભ સામે જ જયાએ રેખાને ઠોકી થપ્પડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડની પ્રેમકહાનીઓની વાત આવે તો એમાં સૌથી ચર્ચાસ્પદ કોઈ કહાની હોય તો એ અમિતાભ બચ્ચન અને રેખાની છે. અમિતાભ તો ક્યારેય આ મામલે ખુલીને બોલ્યાં નથી. પણ રેખા ઘણીવાર એ વાતનો એકરાર કરી ચુકી છેકે, તે અમિતાભના પ્રેમમાં છે. ત્યારે અહીં એ ઘટનાની વાત કરીશું જેના પછી બે બેનપણીઓ હંમેશા માટે અલગ થઈ ગઈ. જીહાં, રેખા અને જયા બન્ને ખુબ સારી બેનપણી હતી. શરૂઆતના સમયમાં મુંબઈમાં એક અપાર્ટમેન્ટમાં રેખા અને જયા એકબીજાની ઉપર-નીચેના ફ્લેટમાં જ રહેતા હતાં. રેખા પણ જયાને દીદી કહીને બોલાવતી હતી. પણ એક ઘટના બાદ બન્નેના સંબંધોમાં હંમેશા માટે તિરાડ પડી ગઈ.

ફિલ્મ જગતની સૌથી ચર્ચાસ્પદ પ્રેમકહાનીઃ
ફિલ્મી દુનિયાની પ્રેમકહાનીની વાત આવે ત્યારે સૌથી પહેલાં સામે આવે છે આ ત્રણ નામ...રેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન...આ ત્રણેના સંબંધો, અફેર અને ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી. એકસમયે અમિતાભ બચ્ચન રેખા સાથે રિલેશનશિપમાં હતા પરંતુ બાદમાં તેમણે લગ્ન જયા બચ્ચન સાથે કર્યા હતા. કહેવાય છે કે, લગ્ન બાદ પણ અમિતાભ અને રેખા વચ્ચે વાતચીત થતી રહેતી હતી. અને બન્ને વચ્ચેનો પ્રેમ ઓછો થયો નહોતો. આજ વાત જ્યારે જયાને ખબર પડી ત્યારે મોટો હોબાળો થયો હતો.

શૂટિંગનું બહાનું કરીને બન્ને સેટ પર સાથે બેસી રહેતા હતાઃ
તે સમયે અમિતાભ અને રેખા બંને ફિલ્મનું કારણ ધરી સેટ પર ઘણો સમય સાથે પસાર કરતાં હતા. એકવાર કંઈક એવું થયું હતું કે, જયા બચ્ચને રેખાને લાફો મારી દીધો હતો. ત્યાં હાજર અમિતાભ પણ આ જોતા રહી ગયા હતા. કારણકે, કારણકે, જયાને અમિતાભ અને રેખાના સંબંધો અંગે જાણ થઈ ગઈ હતી. તેથી તે હંમેશા અમિતાભ પર શંકા કરતી હતી.

ક્યારે બની હતી લાફા વાળી ઘટના?
ઘટના 1980માં આવેલી ફિલ્મ 'રામ બલરામ'ના સેટ પર બની હતી. તેના થોડા વર્ષ પહેલા એટલે કે 1973માં જયા અને અમિતાભના લગ્ન થઈ ચૂક્યા હતા. અમિતાભ અને રેખાને એકબીજાથી દૂર રાખવા માટે જયા ઘણા પ્રયાસ કરતાં હતા. પરંતુ ફિલ્મ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર્સ હંમેશા આ જોડીને કાસ્ટ કરવા માગચા હતા. પ્રોડ્યૂસર ટીટો ટોની એક ફિલ્મમાં રેખા અને અમિતાભને કાસ્ટ કરવા માગતા હતા, જેનું નામ હતું 'રામ બલરામ'.

જયાએ અમિતાભ સાથે જીનતને લેવાની કરી હતી વાતઃ
જયા બચ્ચને પ્રોડ્યૂસરને ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ઓપોઝિટમાં જીનત અમાનને કાસ્ટ કરવા માટે કહ્યું હતું. જ્યારે રેખાને જાણ થઈ કે, તેમને ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમણે ટીટો ટોનીના બદલે ડિરેક્ટર વિજય આનંદ સાથે વાત કરી હતી.

અમિતાભ સાથે રહેવા રેખા ફ્રીમાં કામ કરવા તૈયાર થઈ ગઈઃ
રેખાએ તેમને ફિલ્માં બિગની બીની ઓપોઝિટમાં હીરોઈન તેઓ જ હશે તે વાત માટે મનાવી લીધા હતા. તે સમયે રેખાની ગણતરી બોલિવુડની ટોપ એક્ટ્રેસિસમાં થતી હતી. વિજય આનંદ તેમની વાતને કેવી રીતે ટાળે? રિપોર્ટ્‌સ પ્રમાણે, બાદમાં રેખાએ પ્રોડ્યૂસર ટીટો ટોનીને મનાવવા માટે એવી ઓફર આપી કે તેઓ ઈનકાર કરી શક્યા નહીં. અમિતાભ સાથે કામ કરવા માટે રેખા આ ફિલ્મમાં ફ્રીમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ‘રામ બલરામ’નું શૂટિંગ રેખા અને અમિતાભ બચ્ચન સાથે શરૂ થયું હતું. આ વાતની જાણ થતાં જયા બચ્ચન એક દિવસ અચાનક સેટ પર પહોંચી ગયા હતા.

શું હતું ઝઘડાનું કારણ?
કહેવાય છે કે, સેટ પર અમિતાભ અને રેખાને વાત કરતા જોઈ જયા બચ્ચન ગુસ્સે થઈ હતા. તેમણે બધા સામે રેખાને થપ્પડ મારી હતી. સેટ પર હાજર સૌને આંચકો લાગ્યો હતો. બિગ બીના પણ હોશ ઉડી ગયા હતા અને તેઓ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા હતા. જાે કે, બાદમાં બધું ઠીક થઈ ગયું હતું. રેખા અને જયા હજી પણ એકબીજા સામે આવવામાં ખચકાટ અનુભવે છે, પરંતુ એકબીજાનું સન્માન પણ કરે છે. રેખા જયાને પ્રેમથી ‘દીદી ભાઈ’ કહીને બોલાવે છે. તો જયા પણ અમિતાભ સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. હાલમાં જ બંનેએ ૫૦મી વેડિંગ એનિવર્સરી સેેલિબ્રેટ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news