પ્રિયંકા ચોપડાએ મારી સાથે કોઈ ઇન્ટિમેટ સીન કર્યો નહીં કેમ કે...: અન્નુ કપૂર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અન્નુ કપૂરે તે સમયે કહ્યું હતું કે પ્રિયંકા ચોપડાએ તેમની સાથે ઈન્ટિમેટ સીન એટલા માટે નથી આપ્યા કારણ કે તે દેખાવમાં સારા નહતા. તેમનું આ નિવેદન હેડલાઇન્સમાં હતું, જે પછી પ્રિયંકા ચોપડાની પ્રતિક્રિયા પણ આવી હતી.

પ્રિયંકા ચોપડાએ મારી સાથે કોઈ ઇન્ટિમેટ સીન કર્યો નહીં કેમ કે...: અન્નુ કપૂર

નવી દિલ્હી: અન્નુ કપૂર લાંબા સમયથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. તેમણે ઘણી શાનદાર ભૂમિકાઓ કરી છે. તેમણે ડિજિટલ સ્પેસમાં પણ પોતાની ઓળખ બનાવી છે. તેમનું એક જૂનું નિવેદન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અન્નુ કપૂરે પ્રિયંકા ચોપડા સાથે એતરાઝ અને સાત ખૂન માફ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાત ખૂન માફમાં પ્રિયંકા ચોપડાના 7 પતિમાંથી એકની ભૂમિકા ભજવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અન્નુ કપૂરે તે સમયે કહ્યું હતું કે પ્રિયંકા ચોપડાએ તેમની સાથે ઈન્ટિમેટ સીન એટલા માટે નથી આપ્યા કારણ કે તે દેખાવમાં સારા નહતા. તેમનું આ નિવેદન હેડલાઇન્સમાં હતું, જે પછી પ્રિયંકા ચોપડાની પ્રતિક્રિયા પણ આવી હતી.

પ્રિયંકા હીરો સાથે કરે છે ઈન્ટીમેટ સીન
સાત ખૂન માફ ફિલ્મમાં ઈરફાન ખાન, નસીરુદ્દીન શાહ, નીલ નીતિન મુકેશ, જોન અબ્રાહમ સાથે અન્નુ કપૂર પણ પ્રિયંકા ચોપડાના પતિ બન્યા હતા. ફિલ્મના પ્રમોશન દરમિયાન અન્નુ કપૂરના એક નિવેદનથી તેમના અને પ્રિયંકા ચોપડા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. રિપોર્ટ્સ અનુસાર, અન્નુ કપૂરે કહ્યું હતું કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મમાં તેમની સાથે ઈન્ટિમેટ સીન કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે આનું કારણ એ છે કે તે સારા દેખાતા નથી. અન્નુએ એમ પણ કહ્યું હતું કે જો તે હીરો હોત તો પ્રિયંકા ચોપડા તેમની સાથે પણ ઈન્ટીમેટ સીન કરતી. પ્રિયંકાને હીરો લોકો સાથે ઈન્ટીમેટ સીન કરવામાં કોઈ વાંધો નથી.

પ્રિયંકાના જવાબ બાદ કહ્યું હતું, દીકરી...
આ બાબતે જ્યારે પ્રિયંકા ચોપડાની પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેણે જવાબ આપ્યો, જો કોઈ ઈન્ટીમેટ સીન કરવા ઈચ્છે છે અને આવી સસ્તી કોમેન્ટ્સ કરવા ઈચ્છે છે તો તેણે એક જ પ્રકારની ફિલ્મમાં કામ કરવું જોઈએ. તેમની ફિલ્મમાં સ્ક્રિપ્ટમાં આવો કોઈ સીન નહોતો. આ પછી જ્યારે આ કમેન્ટ અન્નુ કપૂર સુધી પહોંચી તો તેમણે જવાબ આપ્યો હતો કે, લોકો તેમને તેમની પ્રતિભાના આધારે જજ કરશે, પછી તે પ્રિયંકાના પતિ બને કે મેરિલ સ્ટ્રીપના. તેમણે પ્રિયંકાને સલાહ આપી હતી, દીકરી, આ બધી બાબતોને ગંભીરતાથી ન લે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news