હું હાર્દિક પંડ્યાને પ્રેમ કરું છું...બોલીવુડ અભિનેત્રીએ પોતે સ્વીકાર્યું, જાણો બીજુ શું કહ્યું? 

ડિવોર્સ બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનું નામ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને સિંગર જાસ્મીન વાલિયાના ડેટિંગની પણ ચર્ચાઓ થવા લાગી. હવે બોલીવુડની એક અભિનેત્રીએ કહ્યું છે કે તેને હાર્દિક પંડ્યા ખુબ પસંદ છે. 

હું હાર્દિક પંડ્યાને પ્રેમ કરું છું...બોલીવુડ અભિનેત્રીએ પોતે સ્વીકાર્યું, જાણો બીજુ શું કહ્યું? 

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા  કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. તેણે અને તેની પત્ની નતાશાએ હાલમાં જ ફેન્સને સોશિયલ મીડિયામાં સમાચાર આપ્યા હતા કે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. ડિવોર્સ બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનું નામ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને સિંગર જાસ્મીન વાલિયાના ડેટિંગની પણ ચર્ચાઓ થવા લાગી. હવે બોલીવુડની એક અભિનેત્રીએ કહ્યું છે કે તેને હાર્દિક પંડ્યા ખુબ પસંદ છે. 

બોલીવુડ અભિનેત્રી શું બોલી
ફિલ્મીજ્ઞાન સાથે વાતચીતમાં બોલીવુડ અભિનેત્રી ઈશિતાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા પ્રત્યે પ્રેમ વ્યક્ત  કર્યો અને કહ્યું કે તે તેના માટે  ક્રેઝી છે. ખાસ વાતચીત દરમિયાન ઈશિતાને જ્યારે હાર્દિક પંડ્યા વિશે સવાલ કરાયો તો તેના જવાબમાં ઈશિતાએ કહ્યું કે તે એક મહાન ક્રિકેટ ઓલરાઉન્ડર છે. તેને બેટિંગ કરતા જોવો મજેદાર છે. હું તેમને પ્રેમ કરું છું. તેઓ સાચે મારા  ફેવરિટ ક્રિકેટર્સમાંથી એક છે. ઈશિતાએ એ વાત પણ સ્વીકારી કે તેને હાર્દિક પંડ્યા પર ક્રશ છે અને તે તેને ખુબ પસંદ કરે છે. 

ઈશિતાની કરિયર
ઈશિતા રાજની વાત કરીએ તો બોલીવુડની અનેક ફિલ્મોમાં તે જોવા મળી ચૂકી છે. લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામામાં ઈશિતાનું પરફોર્મન્સ ખુબ પસંદ કરાયું હતું. આ સાથે જ તે હાલમાં વરુણ શર્મા, મનજોત સિંહ અને પત્રલેખા સાથે  ફિલ્મ વાઈલ્ડ વાઈલ્ડ પંજાબમાં પણ જોવા મળી હતી. બીજી બાજુ હાર્દિક પંડ્યાની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકાના લગ્ન વખતે હાર્દિક અને અનન્યાની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. ત્યારબાદ બંને સાથે હોવાનું પણ સોશિયલ મીડિયામાં ચગ્યું હતું. 

નતાશાને મળી છે ઈશિતા?
ઈશિતા રાજે જો કે એ વાત સ્પષ્ટ કરી કે આ પ્રેમ ફક્ત તેની સાઈડથી એક ફેન તરીકે છે. આ દરમિયાન જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિકને મળી છે ખરી? જેનો જવાબ આપતા તેણે કહ્યું કે ના...મે બસ તેને એકવાર જોઈ છે. 

બીજી બાજુ થોડા દિવસ પહેલા સિંગર જાસ્મીન વાલિયા અને હાર્દિકના વેકેશન સમયની તસવીરોએ પણ સોશિયલ મીડિયા ગજાવ્યું હતું. આ તસવીરો વિશે લોકોનું કહેવું હતું કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news