Taarak Mehta Ka Ooltah Chashmah માં થઇ આ બોલ્ડ બાલાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર છવાઇ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી દેશના લોકોનો સૌથી પ્રિય શો છે. શોનું દરેક પાત્ર લોકો માટે ખાસ છે. આ શોમાં કામ કરતા તમામ કલાકારોની લોકપ્રિયતા પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી.

Taarak Mehta Ka Ooltah Chashmah માં થઇ આ બોલ્ડ બાલાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર છવાઇ તસવીરો

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી દેશના લોકોનો સૌથી પ્રિય શો છે. શોનું દરેક પાત્ર લોકો માટે ખાસ છે. આ શોમાં કામ કરતા તમામ કલાકારોની લોકપ્રિયતા પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. એવામાં શોમાં વધુ એક સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીની એન્ટ્રી બાદ ભારે ચકચાર મચી ગઈ છે. આ અભિનેત્રી છે અર્શી ભારતી (Arshi Bharti), જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શું છે અર્શી ભારતીનું પાત્ર
બાય ધ વે, શોમાં બ્યુટિફૂલ સુંદરીઓની કોઈ કમી નથી. મુનમુન દત્તાથી લઈને સુનૈના ફોજદાર સુધી સૌ સુંદરતાના મામલે એકબીજાને ટક્કર આપે છે. આ દરમિયાન આ શોમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. તમને જણાવી દઈએ કે અર્શી ભારતી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કેટલાક એપિસોડથી જોવા મળે છે. આ શોમાં અર્શી ભારતીની એન્ટ્રી મહેતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે થઈ છે.

બોલિવૂડ ફિલ્મોમાં પણ મળી છે જોવા
તમને જણાવી દઈએ કે અર્શી ભારતી મૂળ જમશેદપુરની છે. તેનું પૂરું નામ અર્શી ભારતી શાંડિલ્યા છે. અર્શી અત્યારે માત્ર 22 વર્ષની છે. પ્રખ્યાત ટીવી શો પહેલા તે બોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળી ચુકી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા અર્શી ભારતી અર્જુન કપૂરની ફિલ્મ 'પાનીપત'માં જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news