હેપી બર્થ-ડે : 18 વર્ષ બાદ જન્મેલા આ સ્ટારને ફટવ્યો હતો માતા-પિતાએ, બાળપણમાં છોકરીની જેમ વાળતો બે ચોટલી 

તેમને 2013માં ભારત સરકાર તરફથી પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા

હેપી બર્થ-ડે : 18 વર્ષ બાદ જન્મેલા આ સ્ટારને ફટવ્યો હતો માતા-પિતાએ, બાળપણમાં છોકરીની જેમ વાળતો બે ચોટલી 

મુંબઈ : આજે બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનો જન્મદિવસ છે. ફિલ્મ સમીક્ષક સલીલ દલાલે તેમના બ્લોગમાં આપેલી માહિતી પ્રમાણે રેલવેના કોન્ટ્રેક્ટર એવા ચુનીલાલ ખન્નાનો આ પુત્ર 1942ની 29મી ડિસેમ્બરે જન્મ્યો ત્યારે મા-બાપની 18 વરસની આતુરતા પછી જન્મેલો દીકરો હોવાથી નકરાં લાડકોડમાં ઉછર્યો.  રાજેશ બાળપણમાં બહુ લાડ કરીને તેના માતા-પિતાએ ફટવી માર્યો હતો. એકનો એક દીકરો હોવાથી એક્ટર બનવાની રાજેશની હઠ પિતાજીએ માની, બાકી તેને ધંધામાં જ પલોટવાનો હતો. ત્રણ-ત્રણ દીકરીઓ પછી લાંબા ઇન્તેજાર પછી આવેલા આ પુત્રની બાબરી લેવાની (મુંડનની) રસમ પણ મોડી કરવામાં આવી હતી. તેથી નાનપણમાં રાજેશ ખન્નાને છોકરીઓની માફક બે ચોટલા વાળવામાં આવતા.

રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર, 1942 ના રોજ અમૃતસર (પંજાબ) માં થયો હતો. તેમનું રિયલ નામ જતીન ખન્ના હતું પણ તેમના અંકલ કે. કે. તલવારએ ફિલ્મોમાં આવે તે પહેલાં તેમનું નામથી જતીનથી બદલાવીને રાજેશ કર્યું હતું. પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા પછી રાજેશ ખન્ના મુંબઇના ગિરગાંવ ચોપાટી વિસ્તારમાં રહેતા હતા અને ત્યાં સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કર્યો હતો.

અંગત જીવનની વાત કરીએ તો રાજેશ ખન્નાએ જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં. તેમને બે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. રાજેશ ખન્નાને 2013માં ભારત સરકાર તરફથી પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું 18 જુલાઈ, 2012ના રોજ તેમના ફેમસ બંગલા ‘આશીર્વાદ’માં નિધન થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news