Bigg Boss 14: દમદાર અંદાજમાં બિગ બોસ-14નો નવો પ્રોમો લોન્ચ, આ તારીખથી શરૂ થશે શો


બિગ બોસનો નવો પ્રોમો દમદાર છે. સલમાન ખાન શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. તો મેકર્સે શો ઓન એર થવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. 

Bigg Boss 14: દમદાર અંદાજમાં બિગ બોસ-14નો નવો પ્રોમો લોન્ચ, આ તારીખથી શરૂ થશે શો

નવી દિલ્હીઃ ટીવીની દુનિયાના ચર્ચિત શો બિગ બોસ-14નો નવો પ્રોમો લોન્ચ થી ચુક્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન દમદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. બિગ બોસ 14ના આ નવા પ્રોમોમાં મેકર્સે શો ઓન એર થવાની તારીખનો ખુલાસો કર્યો છે. આ વર્ષે બિગ બોસ 3 ઓક્ટોબરથી ઓન એર થશે. આ પ્રોમોબાદ સોશિયલ મીડિયા પર સલમાન અને બિગ બોસ ફેન્સ ખુબ ખુશ છે. તમે પણ જુઓ આ નવો પ્રોમો..

શોનો નવો પ્રોમો દમદાર છે, તેમાં સલમાન ખાનનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે. પ્રોમોની શરૂઆતમાં સલમાન કહે છે, 'બોરડમ હોગા ચકનાચૂર, ટેંશન કા ઉડેગા ફ્યૂઝ, સ્ટ્રેસ કા બજેગા બેંડ, હોપલેસનેસ કી બજેરી પુંગી.' હવે સીન પલટાશે અને બિગ બોસ આપશે 2020નો જવાબ.  પ્રોમોની અંદર સલમાન ખાને માસ્ક પહેર્યું છે અને હાથ સાંકળોથી બાંધીને રાખ્યા છે. પ્રોમોની શરૂઆતમાં તે પોતાના બાંધેલા હાથને સાંકળો તોડીને ખોલે છે અને દમદાર અંદાજમાં જોવા મળે છે. 

A post shared by Colors TV (@colorstv) on

બિગ બોસ 14નું ગ્રાન્ડ પ્રીમિયર, 3 ઓક્ટોબરના દિવસે શનિવારે 9 કલાકે માત્ર કલર્સ પર પ્રસારિત કરવામાં આવશે. બિગ બોસની નવી સીઝન 14 સપ્તાહ સુધી ચાલશે. રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે શોમાં અલી ગોની, જેસ્મીન ભસીન, નેહા શર્મા, પવિત્રા પુનિયા, નૈના સિંહ જેવા ઘણા મોટા ચહેરા જોવા મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news