કેવી છે આજે રિલીઝ થયેલી બાગી 3? જાણવા કરો ક્લિક...

આજે અહમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બાગી-3 રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સિવાય અભિનેતા રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, ચંકી પાંડે, જેકી શ્રોફ, આશુતોષ રાણા અને મનોજ તિવારી પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યાં છે.

કેવી છે આજે રિલીઝ થયેલી બાગી 3? જાણવા કરો ક્લિક...

મુંબઈ : આજે અહમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બાગી-3 રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સિવાય અભિનેતા રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, ચંકી પાંડે, જેકી શ્રોફ, આશુતોષ રાણા અને મનોજ તિવારી પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને જોયા બાદ એક યુઝરે લખ્યુ કે, બાગી 3 ફિલ્મ ખરેખર એક માઇન્ડબ્લોઇંગ ફિલ્મ છે, રોમાન્સ અને ઇમોશનલના બ્લેંડની સાથે હાઇવોલ્ટેજ એક્શન ફિલ્મ. ટાઇગર શ્રોફ દરેક સીનમાં ધમાકેદાર લાગી રહ્યાં છે. હાલ ટાઈગર શ્રોફ બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરતો એક્શન સ્ટાર બની ગયો છે અને તેણે ફિલ્મમાં પણ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે. તેની પર્ફેક્ટ બોડી અને દમદાર એટિટ્યૂડથી દરેક એક્શન એકદમ વાસ્તવિક લાગે છે. જો કે, દર્શકોને એક્શનની સાથે તેના કેટલાક ઈમોશનલ અને કોમેડી સીન પણ જોવા મળશે.

મેકર્સનું પૂરું ધ્યાન એક્શન તથા સ્ટંટ પર છે, તેમાં થોડી પણ કચાશ રાખવામાં આવી નથી. મિલન એલેવંજાએ પોતાની ટીમ સાથે સાઉથના સ્ટંટ ડિરેક્ટર રામ તથા લક્ષ્મણની ટીમની મદદ લીધી છે અને તેની અસર ફિલ્મમાં જોવા મળે છે. ટાઈગર શ્રોફની કિક, પંચિસ, વરસાદની જેમ વરસતી ગોળી ફિલ્મને લાર્જર ધેન લાઈફ એક્શન બનાવે છે. ટાઈગરે પોતાની યુએસપી સાથે ફિલ્મને પૂરો ન્યાય આપ્યો છે. સિયાના રોલમાં શ્રદ્ધા કપૂર કમાલની લાગે છે. રિતેશ દેશમુખે વિક્રમની ભૂમિકા સારી રીતે પ્લે કરી છે. જેકી શ્રોફનો કેમિયો છે.

એક તરફ સીરિયાનો સેટઅપ તમને ડરામણો અનુભવ કરાવશે અને બીજી તરફ મુખ્ય વિલન અબૂ જલાલ (જમીલ ખોરી)ને બાદ કરતાં બાકીના તમામ વિલન કાર્ટૂન જેવા લાગી શકે છે. જમીલનું પર્ફોર્મંસ વખાણવાલાયક છે. ફરહાદ સામજીના ડાયલોગ ઘણી જગ્યાએ હ્યૂમર માટે છે. ફિલ્મનું મ્યૂઝિક સરેરાશ છે પરંતુ સારું છે કે ફિલ્મમાં વધુ ગીતો નથી. એક્શન ડિઝાઈન (અહમદ ખાન) પ્રશંસનીય છે પરંતુ કેમેરા વર્ક થોડું નબળું છે. આમ, જો તમે ટાઇગર શ્રોફના ચાહક હોય તો જ આ ફિલ્મ તમારા માટે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news