અટલ બિહારી વાજપેયી બોલિવૂડને પણ ખૂબ પ્રેમ કરતા હતા, બાયોપિકમાં તેમની ભૂમિકા કોણ ભજવી શકે

તેઓ એક કવિ પણ હતા, મુત્સદ્દી પણ હતા, રાજનેતા પણ હતા, એટલે વાજપેયીને સૌથી ગમતી ફિલ્મ કઈ હશે તેની તમે અપેક્ષા રાખી શકો નહીં 

અટલ બિહારી વાજપેયી બોલિવૂડને પણ ખૂબ પ્રેમ કરતા હતા, બાયોપિકમાં તેમની ભૂમિકા કોણ ભજવી શકે

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના સૌથી સિનિયર મોસ્ટ અને વયોવૃદ્ધ નેતાઓ અટલ બિહારી વાજપેયી અને એલ.કે. આડવાણીનો એક શોખ સામાન્ય હતોઃ તેમને કળા અને સિનેમા પ્રત્યેનો પ્રેમ. 

અટલજીના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મિત્રો હતા અને તેમનાં પ્રશંસકો પણ એટલા જ હતા. તેમાં સૌથી પ્રમુખ નામ લેવા જઈએ તો લતા મંગેશકર અને દિલીપ કુમાર આવે. અટલજીને લતાની ગાયકી ખૂબ જ પ્રિય હતી. અટલજીને સૌથી પ્રિય એવા લતાજીનાં ગીતોમાં લગ જા ગલે સે, જો હમને દાસ્તાં અપની સુનાઈ, અલ્લાહ તેરો નામ અને અય મેરે વતન કે લોગોં તો ખરૂં વગેરે હતા. તેમની લતાજી સાથે જ્યારે પણ મુલાકાત થતી ત્યારે તેઓ લતાજીને આ ગીતોમાંથી કોઈ એક ગીતની લાઈન ગાવાનું અચૂક કહેતા હતા. 

એ જ રીતે લતાજીએ પણ વાયપેયીએ લખેલાં કાવ્યોનું એક આલબમ ગાયું હતું. 2014માં રીલિઝ થયેલા આ આલબમનું નામ અંતરનાદ હતું. 

દિલીપ કુમાર અટલજીના બોલિવૂડમાં પ્રિય હોય એવા બીજા અભિનેતા હતા. કેટલાક વર્ષો અગાઉ જ્યારે દીલિપસાબની તબિયત સારી હતી, ત્યારે અટલજીને જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ તેમની મુલાકાત અવશ્ય લેતા હતા. બંને કવિતા અને સાહિત્ય વિશે કલાકો સુધી ચર્ચા કરતા રહેતા હતા. એક સમયે દિલીપ કુમાર અટલજીની ભૂમિકા ભજવશે ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી, પરંતુ કોઈ કારણસર એ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. 

અટલજીની સૌથી ગમતી ફિલ્મ રમેશ સિપ્પીની સિતા ઔર ગીતા હતા. તેમણે આ ફિલ્મ એટલી બધી વખત જોઈ છે કે તેની ગણતરી પણ તેમને યાદ નથી. તેઓ ભાજપનાં સદસ્ય એવા હેમામાલિનીને જ્યારે પણ મળતાં ત્યારે તેમની સાથે આ ફિલ્મ અને ફિલ્મમાં તેમની ભૂમિકા વિશે અવશ્ય ચર્ચા કરતા હતા. 

હેમામાલિનીએ જણાવ્યું કે, હા, તેમને સીતા ઔર ગીતા ફિલ્મ ખૂબ જ પસંદ હતી. અટલજી હિન્દી સિનેમા પ્રત્યે ખૂબ જ આકર્ષિત હતા. તેમણે અનેક ફિલ્મો અને અભિનેતાઓની પ્રશંસા કરકી છે. લતાજીએ તેમનાં કાવ્યોનું એક આલબમ પણ ગાયું છે. અટલજી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે સિનેમા અને રાજકારણ વચ્ચે અત્યંત સુંદર વાતાવરણ હતું. અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે હેમામાલિની સિતા ઓર ગીતાની સિક્વલ બનાવવાનું આયોજન કરી રહ્યાં છે. 

શત્રુદ્ધન સિંહાને અટલજી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેઓ તેમની નજીક પણ એટલા જ હતા. શત્રુધ્ન સિંહા અટલજીને તેમનાં સમકાલીન નેતાઓમાં હીરો તરીકે માનતા હતા. 

શત્રુધ્ન સિંહાએ લાગણીશીલ થતાં જણાવ્યું કે, મેં જીવન અને રાજકારણ અંગે જે કંઈ પણ શીખ્યું છે તે આડવાણીજી અને અટલજી પાસેથી શીખ્યું છે. હું રાજકારણમાં તેમને મારા માર્ગદર્શક તો માનું જ છું, સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં અને રાજકારણમાં હું તેમના કારણે જ જોડાયો છું. હું અટલજી અને આડવાણીજીને માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ મારા જીવનમાં પણ ગુરૂ તરીકે માનું છું. 

અટલજીના સિનેમા સાથેના જોડાણ અંગે શત્રુધ્ન સિંહાએ જણાવ્યું કે, અટલજીને અમારી ફિલ્મો અને અભિનેતાઓ ગમતા હતા. તેમના મતે, રાજકારણ અને કળા વચ્ચે એક પાતળી રેખા છે. જે વ્યક્તિ લાગણીશીલ છે અને માનવતાને પ્રેમ કરે છે તેના માટે આ રેખા પાર કરવી એકદમ સરળ બાબત છે. રાજકારણ અને સિનામા બંને એવી બાબત છે, જેમાં તમારી પાસે છે તેમાંથી કંઈક તમારા સમાજને આપવાનું છે. અને અટલજી આ બાબતે અત્યંત દયાળુ માનવી હતા. 

એ વાત તો સૌ જાણે છે કે, પોખરણમાં પરમાણુ બોમ્બનો પ્રયોગ કરવાની મંજૂરી અટલજીએ આપી હતી. તાજેતરમાં જ રજુ થયેલી ફિલ્મ પરમાણુ અટલજીને સાચી શ્રદ્ધાંજલિ અર્પે છે. જોકે, તાજેતરમાં જ આવેલી એક અન્ય ફિલ્મમાં અટલજીની ખૂબ નિંદા કરવામાં આવી છે અને ફિલ્મનો હીરો તેમની સમસ્યાઓનું વર્ણન કરે છે. 

બોલિવૂડ અટલ બિહારી વાજપેયીને ક્યારેય સન્માન આપવાનું નહીં ભુલે. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે એક જાણીતું પ્રોડક્શન હાઉસ અટલજી પર બાયોપીક બનાવવા માટે ઘણા સમયથી આયોજન કરી રહ્યું છે. શત્રુધ્ન સિંહાએ જણાવ્યું કે, તેમને અટલજીની ભૂમિકા ભજવવી ગમશે. જોકે, એ શક્ય નથી, કેમ કે તેમનો શારીરિક દેખાવ જૂદો છે. અક્ષય કુમાર અને પ્રકાશ રાજ પણ અટલજીની ભૂમિકા ભજવવા માટે આતુર છે. 

અટલ બિહારી વાજપેયીની ભૂમિકા કોણ ભજવી શકે એમ વિચારીએ તો? અત્યારે તો તેમના જેવી કોઈ વ્યક્તિ દેખાતી નથી જેના ચહેરા પર તેમના જેવું તેજ કે જેણે દેશનું ભવિષ્ય જોયું હોય. આજે તો દેશ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. તેમની કવિતાને પણ. 

(લેખક સુભાષ કે ઝા ફિલ્મ ક્રિટિક અને મૂવી એક્સપર્ટ છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news