Arnold Schwarzenegger: એક સમયે ઈંટો ઉપાડતો આર્નોલ્ડ કઈ રીતે બન્યો હોલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર?

જાણો હોલીવુડના સુપરસ્ટાર અને મિસ્ટર ટર્મિનેર તરીકે જાણીતા આર્નોલ્ડ વિશેની એવી વાતો જે તમે નહીં જાણતા હોવ...

Arnold Schwarzenegger: એક સમયે ઈંટો ઉપાડતો આર્નોલ્ડ કઈ રીતે બન્યો હોલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર?

નવી દિલ્લીઃ આર્નોલ્ડ એક્ટર બનવા પહેલા બોડીબિલ્ડર હતો. જેના વિશે તમે નહીં જાણતા હોવ તેવી વાતો આજે અમ તમને કરવા જઈ રહ્યા છે. આર્નોલ્ડના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે, જે તેની એક્ટિંગના કારણે તેણે કમાયા છે. જ્યારે, કેટલાક ફેન્સ તો એવા છે. જેમણે તેને એક્ટર બનવાથી પહેલા એટલે કે તેના બોડીબિલ્ડિંગના સમયથી જ તેના ફેન છે. ત્યારે, ઘણી બધી એવી વાતો છે આર્નોલ્ડની જે તેના ચાહકોને નથી ખબર. તો આર્નોલ્ડના જન્મદિવસે અમે તમને જણાવવા જઈ રહ્યા છે આર્નોલ્ડની એવી વાતો જે તમે ક્યાંય સાંભળી નહીં હોય કે વાંચી નહીં હોય. આર્નોલ્ડે 70ના દાયકામાં પોતાના બોડીબિલ્ડિંગ કરિયર પર ફૂલસ્ટોપ લગાવ્યા બાદ એક્ટર બન્યો હતો. આર્નોલ્ડે બાળપણથી જ એક્ટર બનવું હતું જેના માટે તે માનતો હતો કે બોડીબિલ્ડિંગ જરૂરી છે. જેથી તે એક ચેમ્પિયન બોડીબિલ્ડર બન્યો હતો.

અભિનેતાએ 20 વર્ષની ઉંમરે મિસ્ટર યુનિવર્સનું ટાઈટલ જીતી લીધું હતું. આટલી નાની ઉંમરે ટાઈટલ મેળવનાર તે પ્રથમ વ્યક્તિ હતો. આર્નોલ્ડે કુલ 5 વખત મિસ્ટર યુનિવર્સનું ટાઈટલ મેળવ્યું છે. અને 33 વર્ષની ઉંમરે તેણે રિટાયર્મેન્ટ લીધું હતું. આર્નોલ્ડ પોતાની શરૂઆતી ફિલ્મ કરિયરમાં ઘણા બધા સાઈડ રોલ કર્યા હતા. ત્યારે, એક રોલ માટે તેને ખ્યાતનામ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો. સ્ટે હંગરી (Stay Hungry) નામની ફિલ્મ માટે આર્નોલ્ડને આ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ માટે તેણે વેઈટ લોસ કરવું પડ્યું હતું. જેની સિધી અસર તેના બોડીબિલ્ડિંગ પર થઈ હતી.

આર્નોલ્ડે બોડીબિલ્ડિંગ પહેલાં ઈંટનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેણે 1968માં આ વ્યવસાય શરૂ કર્યો હતો. 3 દાયકાઓ સુધી ફિલ્મો અને સિરીયલોમાં કામ કર્યા બાદ આર્નોલ્ડે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. અને તે કેલિફોર્નિયાનો 38મો ગવર્નર બન્યો હતો. આર્નોલ્ડને ચૂંટણીમાં 1.3 મિલીયન મતો મળ્યા હતા. આર્નોલ્ડે 1 વર્ષ માટે ઓસ્ટ્રિયાની સેનામાં પણ સેવા આપી હતી. જ્યારે, તે 18 વર્ષનો થયો હતો ત્યારે તે આર્મીમાં જોડાયો હતો. જોકે, બોડીબિલ્ડિંગના કારણે તેને સેનામાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. કોઈને માનવમાં નહીં આવે પણ ટર્મિનેટર (Terminator) ફિલ્મના મેઈન રોલ માટે તે ડાયરેક્ટરની પ્રથમ પસંદ નહોતો. જોકે, જેમ્સ કેમરન જ્યારે આર્નોલ્ડને મળ્યા ત્યારે તેમના વિચારો બદલાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news