Anupamaa Spoiler Alert: વનરાજ-કાવ્યાના લગ્નએ મચાવી દીધી ધમાલ, પણ હવે કાવ્યાને ભારે પડશે ધાક ધમકીઓ!

કાવ્યા અને વનરાજના લગ્ન થઈ ગયા પરંતુ ડ્રામા હજુ પણ ચરમસીમાએ છે. હવે અનુપમામાં શું થશે તે ખાસ જાણો. 

Anupamaa Spoiler Alert: વનરાજ-કાવ્યાના લગ્નએ મચાવી દીધી ધમાલ, પણ હવે કાવ્યાને ભારે પડશે ધાક ધમકીઓ!

નવી દિલ્હી: ટીઆરપી લિસ્ટમાં અનુપમાએ ફરીથી નંબર વન પર જગ્યા બનાવી લીધી છે. શોમાં સતત એવા એવા ટ્વિસ્ટ આવી રહ્યા છે કે દર્શકો આ સિરીયલ જોવાનું છોડી શકતા જ નથી. કાવ્યા અને વનરાજના લગ્ન થઈ ગયા પરંતુ ડ્રામા હજુ પણ ચરમસીમાએ છે. હવે અનુપમામાં શું થશે તે ખાસ જાણો. 

અત્યાર સુધી તમે જોયુ કે વનરાજ અને કાવ્યાના લગ્ન થઈ ગયા છે. લગ્ન બાદ શોમાં બાબૂજીની પણ એન્ટ્રી થઈ જાય છે. બાએ કાવ્યાને પોતાની વહુ માનવાની ના પાડી દીધી. આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે કાવ્યા લગ્ન બાદ અનુપમાને ટોણો મારશે જેનો જવાબ અનુપમા જબરદસ્ત આપશે. કાવ્યા ઘરવાળાની માફી માંગશે પણ આમ છતાં બા કાવ્યાનો ગૃહ પ્રવેશ કરાવવાની ના પાડી દેશે. આવામાં કાવ્યા પોતાની જાતે જ ગૃહ પ્રવેશ કરવાનું નક્કી કરી લેશે. વનરાજ સાથે ઘરમાં ડગલું માંડીને બધાના આશીર્વાદ લેશે. 

ઘરવાળા વનરાજને છોડીને જતા રહેશે
બધા ઘરવાળા અનુપમા સાથે રહેવાનું નક્કી કરે છે અને વનરાજ અને કાવ્યાને છોડીને જતા રહેશે. જ્યારે કાવ્યા વનરાજને ભરોસો અપાવવાની કોશિશ કરે છે કે તે બધા ઘરવાળાને પાછા લઈ આવશે. વનરાજ ગુસ્સામાં કાવ્યાને ખુબ સંભળાવશે. વનરાજ કાવ્યાને કહેશે કે તેણે તેના પરિવાર સાથે કેવી રીતે વર્તવું અને વાત કરવી તે શીખવાની જરૂર છે. કાવ્યા સતત તેને મનાવવાની કોશિશ કરતી રહેશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StarPlus (@starplus)

કાવ્યા વનરાજ સાથે રોમેન્ટિક ઈવનિંગ પસાર કરવા માટે રૂમને ડેકોરેશન કરરશે. પરંતુ અચાનક અનુપમાને કઈ થશે અને વનરાજ સમરની મમ્મી નામની બૂમો સાંભળશે. તે કાવ્યાને ધક્કો મારી તેને છોડીને અનુપમા તરફ દોડશે. હવે શું થશે? અનુપમા શું પ્રતિભાવ આપશે? આ બધા સવાલના જવાબ માટે જોતા રહો અનુપમા....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news