Anupama: વનરાજની આ હરકતથી અનુપમા થઈ જશે શોક, તોશુથી અલગ થશે કિંજલ

અનુપમા શોમાં હવે જે થવા જઈ રહ્યું છે તે ખુબ જ શોકિંગ અને દિલચસ્પ થવાનું છે, કેમ કે વનરાજ અને તેની ફેમિલી સામે અનુજ કપાડિયા અનુપામા પ્રતિ તેની ફિલિંગ શેર કરી એક નવો હંગામો ઉભો કરશે. ત્યારે બીજી તરફ અનુપમાની વહુ કિંજલ હવે તેના પતિ તોશુ પાસેથી છૂટાછેડા લેવાની વાત કરી રહી છે

Anupama: વનરાજની આ હરકતથી અનુપમા થઈ જશે શોક, તોશુથી અલગ થશે કિંજલ

મુંબઇ: અનુપમા શોમાં હવે જે થવા જઈ રહ્યું છે તે ખુબ જ શોકિંગ અને દિલચસ્પ થવાનું છે, કેમ કે વનરાજ અને તેની ફેમિલી સામે અનુજ કપાડિયા અનુપામા પ્રતિ તેની ફિલિંગ શેર કરી એક નવો હંગામો ઉભો કરશે. ત્યારે બીજી તરફ અનુપમાની વહુ કિંજલ હવે તેના પતિ તોશુ પાસેથી છૂટાછેડા લેવાની વાત કરી રહી છે.

અનુપમા થઈ શોક
તમે જોયું કે, દિવાળીના દિવસે તોશુ તેની માતા અનુપમાના કેરેક્ટર પર ઘૃણાસ્પદ આરોપો લગાવી તેને કિંજલ અને અનુજ સામે અપશબ્દ બોલે છે. અનુપમા ગુસ્સામાં તેને લાપો મારે છે અને તોશુને ઘરથી બહાર નિકળી જવાની વાત કરે છે. ત્યારે ગુસ્સામાં અનુજ શાહ પરિવારના ઘરે જઈ તમામ ગેરસમજણો દૂર કરવા ઇચ્છે છે, પરંતુ તે એટલો ગુસ્સામાં આવી જાય છે કે, તે શાહ પરિવાર સામે અનુપમા પ્રતિ તેની ફિલિંગ શેર કરે છે, જેને અનુપમા સાંભળી લે છે અને વિચારમાં પડી જાય છે કે, અજાણતા તેણે મોટી ભૂલ કરી દીધી છે.

અનુજ પર થયો હુમલો
આજે આવનારા શોનો પ્રીકેપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આજે તમે જોશો કે અનુજના ખુલાસાથી અનુપમા શોક આવી જાય છે. ત્યારે અનુજ આ વાત પર અફસોસ કરે છે કે તેણે જે વાત અનુપમાને કહીં શક્યો નહીં તે કેવી રીતે તેના બાળકો અને એક્સ પતિની સામે કહીં દીધી. ત્યારે પોતાની ભૂલ સુધારવાની વાત કરે છે, ત્યાં સુધી કોઈ તેના પર હુમલો કરી દે છે અને તે જમીન પર પડી જાય છે.

તોશુથી છૂટાછેડા લેશે કિંજલ
કિંજલની વાત કરીએ તો કિંજલ તોશુ સાથે હવે લગ્નબંધનમાં રહેવા ઇચ્છતી નથી કેમ કે, તેને એવું લાગવા લાગ્યું છે કે, તોશુ અનુપમાને માન આપતો નથી અને તેની માતા સાથે તેણે જે પ્રકારનું વલણ દેખાડ્યું છે તેને લઇને કિંજલ તોશુને ક્યારે માફ નહીં કરે. અનુજના ખુલાસા બાદ અનુપમા આગળ શું નિર્ણય લેશે તે તો આવનારા એપિસોડમાં જોવા મળશે. આ ઉપરાંત તોશુ અને કિંજલની લાઈફમાં શું ચેન્જ આવવાનો છે તે પણ જોવાનું દિલચસ્પ થવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news