Anupama Spoiler Alert: અનુપમાના જીવનમાં આવશે નવું તોફાન! આ 4 લોકોએ મચાવ્યો હાહાકાર

Anupama 1 May Written Update: અનુપમા સિરિયલમાં હાલ જબરી ઉથલપાથલ જોવા મળી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનિત આ સિરિયલમાં જોવા મળી રહ્યું છે કે અનુજ અને અનુપમા અલગ છે. બીજી બાજુ ડિમ્પી અને સમરનો સંબંધ પણ ખતરામાં છે. ગત એપિસોડમાં જોવા મળ્યું હતું કે અનુજ શાહ હાઉસમાં ફોન કરીને કહે છે કે અનુપમાનો અનુજ જલદી પાછો ફરશે. તે એમ પણ કહેશે કે તેમના કારણે ડિમ્પી અને સમરના લગ્ન રોકવામાં ન આવે.

Anupama Spoiler Alert: અનુપમાના જીવનમાં આવશે નવું તોફાન! આ 4 લોકોએ મચાવ્યો હાહાકાર

Anupama 1 May Written Update: અનુપમા સિરિયલમાં હાલ જબરી ઉથલપાથલ જોવા મળી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનિત આ સિરિયલમાં જોવા મળી રહ્યું છે કે અનુજ અને અનુપમા અલગ છે. બીજી બાજુ ડિમ્પી અને સમરનો સંબંધ પણ ખતરામાં છે. ગત એપિસોડમાં જોવા મળ્યું હતું કે અનુજ શાહ હાઉસમાં ફોન કરીને કહે છે કે અનુપમાનો અનુજ જલદી પાછો ફરશે. તે એમ પણ કહેશે કે તેમના કારણે ડિમ્પી અને સમરના લગ્ન રોકવામાં ન આવે. આટલું બધુ થયા બાદ પણ શાહ હાઉસમાં તમાશાનો અંત નહીં આવે. અપકમિંગ એપિસોડમાં હવે માયાની નવી ચાલ જોવા મળશે. ડિમ્પી પણ અકડ દેખાડવામાં પાછી પાની નહીં કરે. 

અનુજને રોકશે માયા?
અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે અનુજની વાતો સાંભળીને પાખી ખુશ થઈ જાય છે અને તે સીધી તેના બડીને ગળે લગાવી લેશે. આ દરમિયાન તે અનુજને કહેશે કે તેમણે અત્યારે જ તેમની અનુ પાસે જવું જોઈએ. આ સાંભળીને માયા રઘવાઈ થઈ જશે અને જલદી કહેશે કે અનુજ ક્યાંય નહીં જઈ શકે. તેની સાથે એ એમ પણ કહેશે કે અનુજે છોટીની શાળાની મીટિંગમાં સામેલ થવાનું છે. આથી તે હાલ તો અહીંથી નહીં જઈ શકે. પરંતુ અનુજ પણ આ સાંભળીને રોકાઈ જશે. જો કે માયાના આ ડ્રામા બાદ પાખી તેને ખુબ સંભળાવશે. 

અનુપમા સિરિયલમાં આગળ જોવા મળશે કે અનુજની વાતો સાંભળ્યા બાદ અનુપમા બધાને કહેશે કે જ્યારે આ ઘરમાં બધાને પોતાની પસંદથી લગ્ન કરવાનો હક છે તો સમર ને ડિમ્પીને પણ મળવું જોઈએ. આ વાતચીત વચ્ચે વનરાજ અનુજની વાત છેડે છે જેના કારણે બંને વચ્ચે ચર્ચા થવા લાગે છે. ત્યારબાદ બા બંનેને શાંત કરાવે છે. અનુપમા પોતાના પુત્ર અને ડિમ્પીને લગ્નનો અસલ અર્થ સમજાવે છે. તે  કહે છે કે બંનેએ એકબીજાનું સન્માન કરવાનું રહેશે. 

ડિમ્પીને બદ્તમીઝ કહેશે વનરાજ
અનુપમામાં આગળ એ પણ જોવા મળશે કે વનરાજ બધાની વચ્ચે કહેશે કે જો બાળકો સારા હોય તો માતા પિતા કિડની વેચવા માટે તૈયાર થઈ જાય પરંતુ બાળકો બદ્તમીઝ હોય તો એવું નહીં થાય. આ બંનેના લગ્ન પર પૈસા લગાવવા એટલે જુગાર ખેલવા જેવું અને લોન લઈને જુગાર રમી શકાય નહીં. ત્યારે અનુપમા પૈસા આપવાની વાત કરશે. પંરતુ ડિમ્પી પોતાની અકડ દેખાડીને ના પાડશે. ડિમ્પી કહેશે કે તેના લગ્નનો ખર્ચ અનુજ ઉઠાવશે. 

અનુપમાના પગમાં પડશે સમર
અનુપમાના આ એપિસોડના અંતમાં જોવા મળશે કે તમામ વાત થયા બાદ સમર માતાના પગ પકડી લેશે અને માફી માંગી લેશે. આ દરમિયાન ડિમ્પી પણ કહેશે કે તે બદ્તમીઝ છે અને જલદી ગુસ્સો આવી જાય છે. માફી માંગશે અને કઈક કહેવા પણ ઈચ્છશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news