Anupama Spoiler Alert: અનુપમાના આ નિર્ણયથી વનરાજ પર પડશે વીજળી, ઘરમાં આવશે ભૂકંપ

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupamaa) માં, અત્યાર સુધી આપણે જોયું છે કે અનુપમાના જીવનમાં તેના મિત્ર અનુજ કાપડિયા (Gaurav Khanna) ની એન્ટ્રી બાદ ઘણા ફેરફાર થયા છે. સતત આ સ્ટોરીમાં ટ્વિસ્ટ સામે આવ્યા છે

Anupama Spoiler Alert: અનુપમાના આ નિર્ણયથી વનરાજ પર પડશે વીજળી, ઘરમાં આવશે ભૂકંપ

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupamaa) માં, અત્યાર સુધી આપણે જોયું છે કે અનુપમાના જીવનમાં તેના મિત્ર અનુજ કાપડિયા (Gaurav Khanna) ની એન્ટ્રી બાદ ઘણા ફેરફાર થયા છે. સતત આ સ્ટોરીમાં ટ્વિસ્ટ સામે આવ્યા છે. પરંતુ હવે આવનારા સમયમાં અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ વ્યક્તિ એટલે કે વનરાજ (Sudhanshu Pandey) હવે સૌથી બિચારો વ્યક્તિ બનતો જોવા મળશે. ત્યારે તેની લેડીલવ કાવ્યા (Madalsa Sharma) પણ હવે અનુજ અને અનુપમાની ટીમનો ભાગ બનવા જઈ રહી છે.

રેસ્ટોરન્ટમાં તમાશા કરશે વનરાજ
ગત દિવસે આપણે જોયું કે વનરાજ (Sudhanshu Pandey) સાથે ઝઘડો કર્યા બાદ કાવ્યા (Madalsa Sharma) તેની પ્રોફેશનલ લાઈફને લઇને મોટો નિર્ણય લેશે. ત્યારે આપણે આજના એપિસોડમાં જોઈશું કે કાવ્યા વનરાજને જાણ કર્યા વગર અનુજ અને અનુપમાને મળવા જશે. જ્યારે કાવ્યાનો ફોન ના લાગવા પર ગુસ્સે ભરાયેલો વનરાજ રેસ્ટોરન્ટમાં તમાશો કરશે. તે અનુપમા સ્પેશિયલ ડિશ માંગવા પર ગ્રાહકોને ભગાડી દેશે. ત્યારબાદ તે શૈફને પણ નોકરીમાંથી કાઢી નાખશે.

અનુપમા બદલશે કાવ્યાનું જીવન
અનુજ કાપડિયા પોતાના બિઝનેસને લઈને ખૂબ જ ગંભીર છે પરંતુ કાવ્યાને નોકરી આપવાનો નિર્ણય અનુપમા પર છોડી દેશે. અનુપમા પણ તેના પર્સનલ રિલેશનને સાઈડમાં રાખી કાવ્યાના અનુભવને ધ્યાનમાં રાખીને નોકરી પણ આપશે. બંને આ વાતને સ્વીકાર કરશે કે કાવ્યાના સાથે આવવાથી બિઝનેસને યોગ્ય રીતે મેનેજ કરી શકાશે.

અનુજ મૂકશે કાવ્યા સામે આ શરત
પરંતુ કાવ્યાને નોકરી આપતા પહેલા અનુજ કાવ્યા સાથે આ કામ વિશે ખુલ્લેઆમ વાત કરશે. તે કાવ્યાને કહેશે કે અનુપમાએ તેને આ નોકરી આપવાનું નક્કી કર્યું છે. આ સાંભળીને કાવ્યાની આંખો ઝૂકી જશે. અનુજ કાવ્યાની સામે એક શરત પણ મૂકશે, તે કહેશે કે કાવ્યાએ એ વાતની ગેરંટી લેવી પડશે કે તેનો પતિ વનરાજ ઓફિસમાં આવીને કોઈ તમાશો નહીં કરે. તેની પર્સનલ લાઈફ તેના બિઝનેસને અસર કરશે નહીં. જો આવું થશે તો તે કાવ્યાની નોકરીનો છેલ્લો દિવસ હશે.

હવે ઘરમાં આવશે ભૂકંપ
આજના એપિસોડમાં સૌથી વધુ ચોંકાવનારું દ્રશ્ય સામે આવશે કે કાવ્યાની નોકરી વિશે સાંભળીને વનરાજ ફરી ચોંકી જશે. આ તમાશો જોઈને પાખીને ખૂબ ગુસ્સો આવશે. રોજ-રોજના તમાશા જોઈને તેની ધીરજનો બંધ તૂટી જશે. તે તેનો કાબુ ગુમાવશે અને દરેકની વચ્ચે મોટેથી બૂમો પાડવાનું શરૂ કરશે. તે કહેશે કે જો પતિ-પત્ની એકબીજાથી નારાજ થાય તો તેઓ છૂટાછેડા લે છે, જો બાળકો તેમના માતા-પિતાથી નારાજ થાય તો તેમણે શું કરવું જોઈએ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news