Annu Kapoor: 7 ખૂન માફ ફિલ્મના કિસીંગ સીનનું ભૂત ફરી ધુણ્યું, અનુ કપુરે પ્રિયંકા ચોપડા માટે કહ્યું આવું...
Annu Kapoor: અનુ કપૂરે એક પોડકાસ્ટમાં કેટલીક એવી વાતચીત કરી હતી જેના કારણે આ ચર્ચાઓ શરૂ થઈ છે. તેણે ફરી એક વખત ગ્લોબલ આઇકોન બનેલી પ્રિયંકા ચોપડા સાથેની ઘટનાની ચર્ચા કરી હતી. અનુ કપૂરે જણાવ્યું હતું કે 13 વર્ષ પહેલા પ્રિયંકા ચોપડાએ તેની સાથે ઈન્ટિમેટ સીન કરવાની ના કહી દીધી હતી.
Trending Photos
Annu Kapoor: બોલીવુડના પ્રખ્યાત એક્ટર અનુ કપૂર ફરી એક વખત ચર્ચામાં છે. તાજેતરમાં જ અનુ કપૂરે એક પોડકાસ્ટમાં કેટલીક એવી વાતચીત કરી હતી જેના કારણે આ ચર્ચાઓ શરૂ થઈ છે. તેણે ફરી એક વખત ગ્લોબલ આઇકોન બનેલી પ્રિયંકા ચોપડા સાથેની ઘટનાની ચર્ચા કરી હતી. અનુ કપૂરે જણાવ્યું હતું કે 13 વર્ષ પહેલા પ્રિયંકા ચોપડાએ તેની સાથે ઈન્ટિમેટ સીન કરવાની ના કહી દીધી હતી.
આ પોડકાસ્ટ દરમિયાન અનુ કપૂરે ફક્ત પ્રિયંકા ચોપડા જ નહીં પરંતુ રાજનેતાઓ અને પોતાની જિંદગી સંબંધીત કેટલીક વાતોનો ખુલાસો કર્યો હતો. અનુ કપૂરે રાજનેતાઓ વિશે એવું કહ્યું હતું કે નેતાઓ જનતા સાથે મોટું જુઠ્ઠાણું બોલતા હોય છે. અનુ કપૂરે એવું પણ કહ્યું કે તેને અભિનય ની શરૂઆત એટલા માટે કરી કે તેને પૈસાની જરૂર હતી.
અનુ કપૂરે કહ્યું હતું કે તેના પિતા જિંદગીભર થિયેટરમાં કામ કરતા રહ્યા અને ટેન્ટમાં રહીને જ જીવન પ્રસાર કર્યુ. 40 રૂપિયા કમાવવા માટે તેને માં સાત કિલોમીટર ચાલીને જતી હતી. આ બધું જ તેણે જોયું હતું તેથી તેને પૈસા કમાવા હતા અને એટલા માટે તેને અભિનયમાં આગળ વધવાનું નક્કી કર્યું.
પ્રિયંકા ચોપડા સાથેના વિવાદને લઈને અનુ કપૂરે કહ્યું હતું કે, પ્રિયંકા ચોપડાએ સાત ખૂન માફ ફિલ્મમાં તેને કિસ કરવાની ના કહી દીધી હતી. અનુ કપૂર એ કહ્યું હતું કે જો તે હીરો હોત તો પ્રિયંકા ચોપડાને કિસ કરવામાં કોઈ જ તકલીફ ન હોય. પરંતુ તે હીરો ન હતો, અને તેની પર્સનાલિટી અને ચહેરો સુંદર ન હતો તેથી તેને ઇન્ટિમેન્ટ સીન કરવામાં સમસ્યા થઈ..
મહત્વનું છે કે વિશાલ ભારદ્વાજ ની ફિલ્મ સાત ખૂન માફ 13 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા અને અન્નુ કપૂરે સાથે કામ કર્યું હતું. જેના ઇન્ટેમેટ સીનને લઈને તે સમયે પણ વિવાદ થયો હતો. જોકે આ પહેલી વખત નથી કે અનુ કપુરે આ વાતની ચર્ચા કરી હોય. વર્ષ 2011માં પણ અનુ કપુરે આ પ્રકારની વાત કરી હતી. જેનાથી પ્રિયંકા ચોપડા નારાજ થઈ ગઈ હતી.
ત્યાર પછી પ્રિયંકા ચોપડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અનુ કપૂરને ઇન્ટરનેટ સીન જ કરવા હોય તો તેણે તે પ્રકારની ફિલ્મો પસંદ કરવી જોઈએ. આ પ્રકારના સીન આપણી ફિલ્મોનો મહત્વનો ભાગ નથી. અનુ કપૂરની વાતથી તે ખૂબ જ ચીડાઈ ગઈ હતી. તેણે એવું પણ કહ્યું હતું કે, અનુ કપૂરે આ પ્રકારની વાત કરવાની જરૂર ન હતી. તેના નિવેદનો થી તે પરેશાન થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે