આ તસવીરમાં જોવા મળી રહી છે બોલીવુડની ચાર સુંદર અભિનેત્રીઓ, ઓળખી બતાવો તો ખરા?

બોલીવુડ સ્ટાર્સની બાળપણની તસવીરો જ્યારે પણ સામે આવે છે તો ફેન્સને તે ખૂબ ગમે છે. પરંતુ આ વખતે એક નહી પરંતુ 4-4 બોલીવુડ સેલેબ્રિટીઝના બાળપણની એક તસવીર સામે આવી છે.

આ તસવીરમાં જોવા મળી રહી છે બોલીવુડની ચાર સુંદર અભિનેત્રીઓ, ઓળખી બતાવો તો ખરા?

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર્સની બાળપણની તસવીરો જ્યારે પણ સામે આવે છે તો ફેન્સને તે ખૂબ ગમે છે. પરંતુ આ વખતે એક નહી પરંતુ 4-4 બોલીવુડ સેલેબ્રિટીઝના બાળપણની એક તસવીર સામે આવી છે. ખાસ વાત એ છે કે આ થ્રોબેક ફોટો (Throwback Photo) ની સાથે ચારેયની એક તાજેતરની તસવીર પણ જોવા મળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ સુહાના ખાન (Suhana Khan), અનન્યા પાંડે (Ananya Pandey), શનાયા કપૂર (Shanaya Kapoor) અને નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ની. જેમની મિત્રતા બાળપણથી આજ સુધી યથાવત છે.

એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) એ તાજેતરમાં જ બે તસવીરો પોતાની ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કરી છે. આ બંને ફોટામાં તે પોતાની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેમાંથી એક તસવીર તો તાજેતરની છે પરંતુ એક તસવીર ચારેયના બાળપણની છે. આ તસવીરોને જોઇ હવે ચારેય બોલીવુડ ગર્લ્સના ફેન્સ આશ્વર્ય ચકિત રહી ગયા. જુઓ આ પોસ્ટ...

અનન્યા પાંડેની વોલ પર જોવા મળનાર આ ફોટામાં તેમની સાથે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન (Suhana Khan), સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર (Shanaya Kapoor) અને શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નંદા (Navya Nanda) જોવા મળી રહી છે. ચારેયએ તાજેતરની તસવીરમાં પણ લગભગ તે બાળપણવાળો પોઝ આપ્યો છે. 

અનન્યા પાંડેએ આ ફોટાને શેર કરતાં એક ઇમોશનલ મેસેજ પણ લખ્યો છે. તેમણે તેની કેપ્શનમાં લખ્યું 'કંઇપણ બદલાયું નથી, સિવાય તેના કે હવે સુહાના હવે માથું ખાતી નથી... ઓકે ક્યારેક ક્યારેક હું આમ કરું છું.'

પોતાના આ ક્યૂટ ફોટો પર સુહાના ખાન (Suhana Khan) એ કોમેન્ટ કરતાં લખ્યું છે કે 'તમે વધુ લાંબા થઇ ગયા...આ ફોટાને શેર કર્યાને હજુ 4 કલાક થયા છે અને તેને હવે અત્યાર સુધી 6 લાખ 66 હજારથી વધુ વાર લાઇક કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news