દીકરી સારાની લવલાઇફને પાટે ચડાવવા અમૃતા સિંહની મોટી સલાહ !
સારા અલી ખાને કોફી વિથ કરણ પર જાહેરાત કરી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે
Trending Photos
મુંબઈ : સારા અલી ખાને કોફી વિથ કરણ પર જાહેરાત કરી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. સિમ્બાની અભિનેત્રીએ કહ્યું કે તે રાહ જોઈ રહી છે કે કાર્તિક આર્યન ક્યારે તેને ડેટ પર લઈ જાય. બીજી બાજુ કાર્તિક આર્યને સારા સાથે કોફી પીવા જવાની હા પાડી હતી અને સારાનો ફોન નંબર માંગ્યો હતો. હવે સારા એ બીજો ધડાકો કર્યો છે કે તે કાર્તિકને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ નહિં કરે કારણ કે તેની માતાએ તેને આમ કરવાની ના પાડી છે. સારાએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- “હું તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ નથી કરતી. ના ના ના… કેટલી વાર? મેં બધે જ કહ્યું છે. હું એટલી ડેસ્પરેટ નથી. મમ્મીએ કહ્યું કે મારે રાહ જોવી જોઈએ એટલે હું રાહ જોઈ રહી છું.”
આ સમાચાર પછી એક્ટર રણવીર સિંહે સારા અને કાર્તિકની જોડી બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન રણવીરની મુલાકાત કાર્તિક આર્યન સાથે થઈ. તેણે કાર્તિકને વિશ કર્યુ અને તેના કાનમાં કંઈક કહ્યું અને હાથ પકડીને સારા પાસે લઈ ગયો. સારા પાસે આવીને તેણે સારાનો હાથ પકડ્યો અને કાર્તિકના હાથમાં આપીને કહ્યું, ફાઈનલી યુ ગાઈઝ હેવ મેટ અને બાદમાં તેણે પાતાના હાથ દ્વારા હાર્ટની સાઈન કરી. આ જોઈને કાર્તિક અને સારા પણ શરમાઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો.
બોલિવૂડમાં ચાલતી ગોસિપ અનુસાર કાર્તિક આર્યન અને અનન્યા પાંડે (ચંકી પાંડેની દીકરી) વચ્ચે ખીચડી રંધાઈ રહી છે. તે બંને ડેટ નાઈટ પર જતા હતા ત્યારે કેમેરામાં ઝડપાઈ ગયા હતા. બંનેએ ન્યુ યરની ઉજવણી પણ સાથે જ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે