મહાભારતનું પુસ્તક લાવતા જ બિગ-બીના ઘરમાં કંઈક એવું થયું કે તાત્કાલિક દાન કરી દીધું

Amitabh Bachchan Fear : અમિતાભ બચ્ચનને મહાભારતના પુસ્તકો એક ડરના કારણે દાનમાં આપવા પડ્યા, તેમના માટે અપશુકનિયાળ સાબિત થયુ આ પુસ્તક, બ્લોગ પર શેર કર્યો કિસ્સો 

મહાભારતનું પુસ્તક લાવતા જ બિગ-બીના ઘરમાં કંઈક એવું થયું કે તાત્કાલિક દાન કરી દીધું

Amitabh Bachchan donated Mahabharat to the library : બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં શાનદાર અને દમદાર અભિનય કરીને બતાવી દીધુ કે, આ સદીના મહાનાયક તો એ જ છે. 'કલ્કી 2898 એડી'ની સફળતાની ઉજવણી વચ્ચે, બિગ બી આ દિવસોમાં મૂંઝવણમાં છે. ખાસ વાત એ છે કે અમિતાભની આ દુવિધા ખોટી માન્યતાને કારણે છે. બિગબીનો અપશુકનિયાળ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે. 

અમિતાભ બચ્ચને પોતે ખુલાસો કર્યો હતો કે તેમણે 'કલ્કી 2898 એડી'ની સફળતા દરમિયાન તેમણે મહાભારતના પુસ્તકો ખરીદ્યા હતા. પરંતુ જ્યારે આ પુસ્તકો તેમના ઘરમાં આવ્યા ત્યારે તેમને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતાએ પોતાના બ્લોગ પર ખુલાસો કર્યો કે તેમણે પોતાના ઘર માટે આ પવિત્ર પુસ્તક મંગાવ્યું હતું, પરંતુ જ્યારે આ પુસ્તક ઘરમાં આવ્યુ, ત્યારે તેમને સમજાયું કે મહાભારતને ઘરમાં રાખવું જોઈએ નહીં. તેથી બિગ બીએ પવિત્ર પુસ્તકને લાઇબ્રેરીને સોંપવાનુ નક્કી કર્યું. અતાભે જણાવ્યું કે પુસ્તક ખરીદવા પાછળનું કારણ સ્ક્રિપ્ટ વિશે વધુ જાણવાનું હતું.

તેને ઘરે ન રાખો, તેથી તેને પુસ્તકાલયમાં દાન કરો
અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું કે, 'ખરેખર આપણાં શાસ્ત્રોમાંથી શીખવા જેવું ઘણું છે કે અભણ માણસને તે બધું પ્રાપ્ત કરવા માટે શિક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેથી મહાભારતના ઘણા ભાગોનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે આ વાત આવી ત્યારે પુસ્તકને ઘરમાં રાખવાનો મુદ્દો હતો, કારણ કે તેને ઘરમાં રાખવું પ્રતિબંધિત માનવામાં આવે છે. તેથી તે પુસ્તકાલયને આપવામાં આવ્યું હતું.

'કલ્કી 2898 એડી'માં અશ્વત્થામાની ભૂમિકા ભજવી 
અમિતાભ બચ્ચને 'કલ્કી 2898 એડી'માં અમર અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે. અભિનેતાને તેના અભિનય માટે પ્રશંસા મળી રહી છે. 'કલ્કી 2898 એડી' પણ એક મોટી હીટ ફિલ્મ બની છે. ફિલ્મે ભારતમાં 15 દિવસમાં 543.45 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાના કલેક્શન તરફ આગળ વધી રહી છે. લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 

મહાભારત વિશે શું ગેરસમજ છે?
તમને જણાવી દઈએ કે મહાભારતને લઈને સમાજમાં એક ખોટી માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી ક્લેશ અને ઘરકંકાસ થાય છે. વાસ્તવમાં, મહાભારત એક પરિવારમાં મિલકતના વિવાદ પર આધારિત એક મહાકાવ્ય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘર તરફ આકર્ષિત થાય છે. જો કે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news