Amitabh Bachchan સાથે દેખાતો આ બાળક આજે બની ગયો છે બોલીવુડનો સુપરસ્ટાર, ઓળખી બતાવો કોણ છે?

તસવીરમાં અમિતાભ બચ્ચનને આશ્ચર્યથી જોઈ રહેલું આ બાળક કોણ છે? આ પ્રશ્ન તમારા મનમાં પણ ઉઠતો જ હશે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સાથે બેઠેલું આ બાળક પોતે પણ એક સુપરસ્ટાર છે અને આજે તે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં સામેલ છે.

Amitabh Bachchan સાથે દેખાતો આ બાળક આજે બની ગયો છે બોલીવુડનો સુપરસ્ટાર, ઓળખી બતાવો કોણ છે?

નવી દિલ્હીઃ બોલીવુડના શહેનશાહ સાથે બાળક કલાકાર તરીકે કામ કરીને પહેલી ફિલ્મથી કિસ્મત ચમકી. અભિનયની સાથે સાથે ડાન્સથી પણ બાળપણમાં જ અભિનેતાએ દિલ જીતી લીધા. પહેલી ફિલ્મથી દર્શકોના પ્રેમની સાથે એવોર્ડ પર ઘર લાવ્યો હતો. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભ બચ્ચન સાથે દેખાતો આ બાળ કલાકાર હાલનો બોલીવુડનો સુપરસ્ટાર હૃતિક રોશન છે.

 

 

અમિતાભ બચ્ચનને જોઈને થયો આશ્ચર્ય ચકિત-
આ તસવીર વર્ષ 1979માં મહેબૂબ સ્ટુડિયોમાં લેવાયેલી છે. નટવરલાલ ફિલ્મના ગીતના રેકોર્ડિંગ માટે હૃતિક રોશન તેના કાકા અને સંગીત નિર્દેશક રાજેશ રોશન સાથે આવ્યો હતો. જે અંગે હૃતિકે પોતે કહ્યું છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને પોતાની સામે જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થયો હતો.

આ પણ ખાસ વાંચોઃ

સ્કૂલમાં બાળકો ઉડાવતા હતા મજાક-
હૃતિક રોશનને બાળપણમાં વાત કરવામાં તકલીફ પડતી હતી. જેનાથે તે ખુદ હલી ગયો હતો. એટલું જ નહીં પણ તેના હાથની છ આંગળીઓ જોઈને બાળકો સ્કૂલમાં તેની મજાક ઉડાવતા હતા. પરંતુ હૃતિક રોશને હાર માન્યા વગર ખૂબ મહેનત કરી અને તેની સ્પીચ પર કામ કર્યું. ત્યારે અથાગ મહેનતના પરિણામાં હૃતિક રોશને આજે બોલિવૂડના ટોપ સ્ટાર્સની યાદીમાં આવે છે.

 

 

6 વર્ષની ઉંમરે ફિલ્મમાં મળી તક-
હૃતિક રોશનના દાદા પ્રકાશ રોશને તેને 1980માં 6 વર્ષની ઉંમરે ફિલ્મ આશામાં કામ કરવાની તક આપી હતી. ફિલ્મમાં જિતેન્દ્ર સાથે નાના હૃતિક રોશને ડાન્સ પણ કર્યો હતો. ત્યાર બાદ 12 વર્ષની ઉંમરે તેણે ભગવાન દાદા ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પછી હૃતિક રોશને અભિનેતા બનવાનું મન બનાવી લીધું હતું. જેથી આજે લોકો હૃતિક રોશનની એક્ટિંગ, ડાન્સ અને ફિટનેસના દિવાના છે.

આ પણ ખાસ વાંચોઃ

પિતા સાથે છે મિત્રતા જેવો વ્યવહાર-
હૃતિક રોશનના પિતા રાકેશ રોશન પણ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક હતા. હૃતિક રોશન પિતાની ખૂબ જ નજીક છે. એટલા માટે જ ઘણી વખત અભિનેતા સોશિયલ મીડિયા પર તેના પિતા અને માતા સાથેની તસવીરો પણ શેર કરતો રહે છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news