શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ, ઋષિ કપૂરને જોઈ ભાવુક થયા ફેન્સ, પરેશ રાવલનો માન્યો આભાર

એમેઝોન પ્રાઇમ વીડિયોએ શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ પારિવારિક મનોરંજનમાં જૂહી ચાવલા, સુહૈલ નય્યર, તારૂક રૈના, સતીષ કૌશિક, શીબા ચડ્ઢા અને ઈશા તલવારની સાથે સ્વર્ગીય ઋષિ કપૂર અને પરેશ રાવલ સહિત ઘણા સિતારા જોવા મળી રહ્યાં છે.

શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ, ઋષિ કપૂરને જોઈ ભાવુક થયા ફેન્સ, પરેશ રાવલનો માન્યો આભાર

નવી દિલ્હીઃ બોલીવુડના શાનદાર અભિનેતાઓમાં સામેલ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ઋુષિ કપૂર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમની તબીયત ખરાબ થઈ ગઈ હતી અને થોડા સમય બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. તેવામાં તેમના પાત્રને બાદમાં પરેશ રાવલે ભજવ્યુ છે. સિને લવર્સ અને ઋષિ કપૂરના ફેન્સ માટે આ ફિલ્મ ખાસ છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થનારી શર્માજી નમકીનનું ટ્રેલર આવી ગયું છે, જે ખરેખર શાનદાર છે. આ ટ્રેલરને જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા છે. 

એક જ પાત્રમાં જોવા મળશે ઋુષિ અને પરેશ
એમેઝોન પ્રાઇમ વીડિયોએ શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ પારિવારિક મનોરંજનમાં જૂહી ચાવલા, સુહૈલ નય્યર, તારૂક રૈના, સતીષ કૌશિક, શીબા ચડ્ઢા અને ઈશા તલવારની સાથે સ્વર્ગીય ઋષિ કપૂર અને પરેશ રાવલ સહિત ઘણા સિતારા જોવા મળી રહ્યાં છે. હિન્દી સિનેમામાં પ્રથમવાર શર્માજી નમકીનમાં બે દિગ્ગજ અભિનેતા ઋુષિ કપૂર અને પરેશ રાવલ એક જ ભૂમિકા ભજવી રહ્યા છે. મસાલેદાર અને પ્રેમથી ભરપૂર આ ટ્રેલર આત્મ-સાક્ષાત્કાર અને એક સેવાનિવૃત્ત વિધુરની શોધની એક વિશ્વાસપાત્ર અને દિલને સ્પર્શતિ કહાની દેખાડી છે, જે ખુદને વ્યસ્ત રાખવા અને એકલતાથી દૂર રહેવા માટે કોઈપણ નાના-મોટા કામ કરી લેતા હોય છે. 

31 માર્ચે રિલીઝ થશે ફિલ્મ
પરંતુ ખુબ સંઘર્ષપૂર્ણ પ્રયાસો બાદ આખરે ખુશી તેમના જીવનમાં પ્રવેશ કરે છે કારણ કે તે મહિલાઓના કિટ્ટી ગ્રુપમાં સામેલ થયા બાદ ભોજન પકાવવાના ઝનૂનનો અનુભવ કરે છે. હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત અને મૈકગુફિન પિક્સર્સના હની ત્રેહાન અને અભિષેક ચૌબેના સહયોગથી એક્સેલ એન્ટરટેઈમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત શર્માજી નમકીન 31 માર્ચે દુનિયાભરના 240 દેશો અને ક્ષેત્રોમાં પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થશે. મહત્વનું છે કે ઋષિ કપૂરને જોઈ ફેન્સ ભાવુક થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. તો પરેશ રાવલનો બાકી પાત્ર ભજવવા માટે આભાર માની રહ્યા છે. 

શું છે ફિલ્મની કહાની
મહત્વનું છે કે ફિલ્મની કહાનીની વાત કરીએ તો બીજી શર્મા 58 વર્ષીય વિધુર છે, જીવન નામક આ સાંસારિક દિનચર્યામાં લાખો ચહેરા વિહીન લોકોમાંથી એક છે. જે કંપની માટે તે કામ કરી રહ્યા હતા, એક દિવસ તે તેને નોકરીમાંથી કાઢી મુકે છે. જિંદગી થોભી જાય છે. શર્મા-રિટાયરમેન્ટ નામના શૈતાનને પહોંચી વળવા સંઘર્ષ કરે છે. તે પ્રાસંગિક બન્યા રહેવાની રીત શોધે છે, પરંતુ તે હંમેશા પોતાના પુત્રોના રસ્તામાં આવે છે. એક દિવસ, તે ખુશીથી રહેતી મહિલાઓના ગ્રુપના સંપર્કમાં આવે છે. કિટ્ટીની મહિલાઓ શર્માજીની ભાવનાઓ ફરીથી જગાવે છે, ભોજન પકાવવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ તેમને એક નવી જિંદગી શોધવામાં મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news