AICWA દ્વારા સત્તાવાર રીતે પાકિસ્તાની કલાકારો પર મુકાયો પ્રતિબંધ
CRPFના જવાનો પર 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા ઘાતક હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે
Trending Photos
મુંબઈ : ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા પાકિસ્તાની એક્ટર્સ અને આર્ટિસ્ટ્સ પર સમગ્ર રીતે પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. AICWAદ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કહેવાયું છે કે, ‘એસોસિએશન, જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આપણા જવાનો પર થયેલા હુમલાની નિંદા કરે છે. પીડિત પરિવાર સાથે અમારી સંવેદના છે. આવા આતંકની સામે એસોસિએશન દેશની પડખે છે. અમે સત્તાવાર રીતે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરીએ છીએ. તેમ છતાં કોઇ ઓર્ગેનાઇઝેશન પાક. કલાકારો સાથે કામ કરવા માટે દબાણ કરશે તો એસોસિએશન દ્વારા તેમના પર પ્રતિબંધ મુકાશે આ સાથે જ તેમની સામે કડક કાર્યવાહી કરાશે. અમારા માટે દેશ પહેલી પ્રાથમિકતા છે.’
All India Cine Workers Association announce a total ban on Pakistani actors and artists working in the film industry. #PulwamaAttack pic.twitter.com/QpSMUg9r8b
— ANI (@ANI) 18 February 2019
ભારતીય જવાનો પર પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી શનિવારે ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (MNS)એ તમામ ભારતીય કંપનીઓને ચીમકી આપી હતી કે તે પાકિસ્તાની ગાયકોના વીડિયોઝ પોતાની ચેનલ્સ પરથી હટાવી લે.
CRPFના જવાનો પર 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા ઘાતક હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઘટના પછી તરત જ મ્યુઝિક કંપની ‘ટી-સિરીઝ’એ પોતાની યુટ્યુબ ચેનલ પરથી તમામ પાકિસ્તાની ગાયકોનાં ગીતોના વીડિયો હટાવી લીધા છે. હજુ થોડા સમય પહેલાં જ ટી-સિરીઝે પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમ સાથે મળીને બે અલગ અલગ સિંગલ સોંગ્સ તૈયાર કર્યાં હતાં. આતિફ અસલમનું ગીત ‘બારિશેં’ થોડા સમય પહેલાં જ રિલીઝ થયું હતું. જોકે હવે આ બંનેના ગીતોને યુ ટ્યૂબ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે