લગ્ન પછીની પહેલી હોળી પર Ranbir અને Raha સાથે નહીં આ એક્ટર સાથે હતી Alia Bhatt, શેર કર્યો ફોટો

Alia Bhatt Holi Look: આ વર્ષની હોળી આલિયા ભટ્ટ માટે ખૂબ જ ખાસ હતી કારણ કે લગ્ન પછી અને માતા બન્યા પછી તેની આ પહેલી હોળી હતી. પરંતુ પોતાની પહેલી હોળીમાં જ તે પોતાના પતિ રણબીર કપૂર અને દીકરી રાહાથી દૂર હતી.

લગ્ન પછીની પહેલી હોળી પર Ranbir અને Raha સાથે નહીં આ એક્ટર સાથે હતી Alia Bhatt, શેર કર્યો ફોટો

Alia Bhatt Holi Look: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એપ્રિલ 2022માં લગ્ન કર્યા. જૂન મહિનામાં અભિનેત્રીએ પોતાની પ્રેગનેન્સીનું અનાઉન્સમેન્ટ કર્યું. નવેમ્બર મહિનામાં આલિયા ભટ્ટે દીકરી રાહા કપૂરને જન્મ આપ્યો. આમ આ વર્ષની હોળી આલિયા ભટ્ટ માટે ખૂબ જ ખાસ હતી કારણ કે લગ્ન પછી અને માતા બન્યા પછી તેની આ પહેલી હોળી હતી. પરંતુ પોતાની પહેલી હોળીમાં જ તે પોતાના પતિ રણબીર કપૂર અને દીકરી રાહાથી દૂર હતી. આ વાતની જાણકારી આલિયા ભટ્ટે એક ફોટો શેર કરીને આપી હતી. 

આ પણ વાંચો:

આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો અને લોકોને હોળીની શુભકામના પાઠવી હતી. આલિયા ભટ્ટ ની લગ્ન પછીની આ પહેલી હોળી હતી અને સાથે જ દીકરી સાથે પણ પહેલી હોળી હતી. પરંતુ હોળીનો આ પર્વ આલિયા ભટ્ટ પતિ અને દીકરી વિના ઉજવી રહી છે. 

 

આલિયા ભટ્ટે પોતાના ફોટા ના કેપ્શન માં લખ્યું છે કે, રંગીલી રાની... જણાવી દઈએ કે આલિયા ભટ્ટ હાલ કરન જોહર ની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું શૂટિંગ કરી રહી છે. તો બીજી તરફ રણવીર સિંહ પણ દીપિકા પાદુકોણ સાથે નહીં પરંતુ આલિયા સાથે ફિલ્મના સેટ ઉપર હોળી ઉજવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news