લડાઈ સંજય અને સલમાનની પણ રાતા પાણીએ રડી રહી છે આલિયા!
બોલિવૂડના દબંગ સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહ પહેલા આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની હતી પણ સલમાને એક ટ્વીટ કરીને મોટી સ્પષ્ટતા કરી છે.
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડના દબંગ સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહ પહેલા આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની હતી પણ સલમાને એક ટ્વીટ કરીને મોટી સ્પષ્ટતા કરી છે. સલમાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ આગળ ઠેલાઈ છે પણ હજી પણ હું તમને બધાને ઇદ, 2020ના દિવસે મળીશ. જોકે હવે લેટેસ્ટ ચર્ચા છે કે સલમાને આખરે આ ફિલ્મ છોડી દીધી છે.
આ પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન આલિયા ભટ્ટને થયું છે. આલિયાને થોડા સમય પહેલાં બીજી મોટી ફિલ્મ ઓફર થઈ હતી પણ સંજય ભણસાલી અને સલમાનની હિરોઇન બનવા માટે આલિયાએ તમામ ફિલ્મો ઠુકરાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આલિયાને આમિર ખાન સાથે પણ એક ફિલ્મ ઓફર થઈ હતી પણ ઇન્શાલ્લાહના કારણે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જોકે હવે ઇન્શાલ્લાહ બંધ થઈ જતા આલિયાનું મોટું નુકસાન થઈ જતા તે અપસેટ થઈ ગઈ છે.
મળતા સમાચાર પ્રમાણે આ ઇન્શાલ્લાહ ફિલ્મને હાલ પૂરતી અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે અને સલમાને આ પ્રોજેક્ટ છોડી દીધો છે. રિપોર્ટ પ્રમાણે સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પ્રોજેક્ટમાં જરૂર કરતા વધારે દખલગીરી કરી રહ્યો હતો જે ભણસાલીને પસંદ આવ્યું નહીં. હવે સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન ઈન્શાઅલ્લાહમાં ડેઇઝી શાહનું કાસ્ટિંગ કરવામાં માગતો હતો. જોકે સંજય લીલા ભણસાલી આ માટે બિલકુલ તૈયાર નહોતા. આ મુદ્દે તેમની વચ્ચે અંટસ વધી ગઈ અને આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે રિપોર્ટ પ્રમાણે ભલે તેઓ ઈન્શાઅલ્લાહમાં સાથે કામ કરી રહ્યા નથી, પરંતુ તેમના સંબંધોમાં કડવાશ આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે