ખરાબ રીતે ફ્લોપ થઈ ફિલ્મ Selfiee, ફ્લોપ થવાનું કારણ જણાવતાં Akshay Kumarએ કહી આ વાત

Akshay Kumar Selfiee Film: અક્ષય કુમાર એવા અભિનેતા છે જે એક વર્ષમાં સૌથી વધારે ફિલ્મો કરે છે. સામાન્ય રીતે તેમની ફિલ્મ પણ દમદાર હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક્ટરનો જાદુ બોક્સ ઓફિસ પર ચાલતો નથી. અક્ષય કુમારની છેલ્લા કેટલાક સમયમાં આવેલી એક પછી એક બધી જ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે.

ખરાબ રીતે ફ્લોપ થઈ ફિલ્મ Selfiee, ફ્લોપ થવાનું કારણ જણાવતાં Akshay Kumarએ કહી આ વાત

Akshay Kumar Selfiee Film: અક્ષય કુમાર ઘણા વર્ષોથી બોલીવુડમાં કામ કરે છે અને તેને ઇન્ડસ્ટ્રીના સૌથી એક્ટિવ એક્ટરમાંથી એક માનવામાં આવે છે. અક્ષય કુમાર એવા અભિનેતા છે જે એક વર્ષમાં સૌથી વધારે ફિલ્મો કરે છે. સામાન્ય રીતે તેમની ફિલ્મ પણ દમદાર હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક્ટરનો જાદુ બોક્સ ઓફિસ પર ચાલતો નથી. અક્ષય કુમારની છેલ્લા કેટલાક સમયમાં આવેલી એક પછી એક બધી જ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. હવે આ લિસ્ટમાં તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફીનું પણ નામ આવી ગયું છે. અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મીની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. 

આ પણ વાંચો:

તરણ આદર્શના જણાવ્યા અનુસાર સેલ્ફી એ કુલ મળીને 1.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દિવસે ને દિવસે તેની કમાણી ના આંકડા ઓછા થઈ રહ્યા છે. છેલ્લા 14 વર્ષ દરમિયાન અક્ષય કુમારની સેલ્ફી બીજી ફિલ્મ છે જેણે સૌથી ઓછું ઓપનિંગ મેળવ્યું છે. સેલ્ફી ફિલ્મ ખરાબ રીતે જતા અક્ષય કુમારે પોતાનું નિવેદન આપ્યું છે. 

મીડિયા સાથે વાત કરતી વખતે અક્ષય કુમારે જણાવ્યું હતું કે, આવું તેની સાથે પહેલી વાર નથી થઈ રહ્યું. એક સમય એવો હતો જ્યારે એક પછી એક તેની 16 ફિલ્મો ફ્લોપ ગઈ હતી. તેવામાં હવે તેની આઠ ફિલ્મો બોક્સ ઓફિસ પર નથી ચાલી. ફિલ્મો નથી ચાલતી તો તેનું માનવું છે કે તેનું કારણ તે પોતે છે અને તેની કોઈ ભૂલ છે. 

અક્ષય કુમાર એ આગળ જણાવ્યું હતું કે દર્શકો બદલી ગયા છે અને અમારે પણ તેના હિસાબથી બદલવું પડશે. દર્શકો જે જોવા ઈચ્છે છે તે પ્રમાણે તેમને બદલવું પડશે. આ રીતે સતત ફિલ્મો ફ્લોપ થવી તે એક અલાર્મિંગ સિચ્યુએશન છે. આવનારા સમયમાં દર્શકોને પસંદ હોય તેવું કંઈક રજૂ કરવાનો તે પ્રયત્ન કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news