Covid-19થી સંક્રમિત અક્ષયકુમાર હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તબિયત
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. એવા રિપોર્ટ્સ છે કે કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ હવે અક્ષયકુમારની હાલત બગડી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ હોસ્પિટલમાં દાખલ છે સુપરસ્ટાર
સહયોગી વેબસાઈટ Bollywoodlife.com ના રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય ઠીક ન હોવાના કારણે સોમવારે સવારે અક્ષયકુમારને પવઈ સ્થિત હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જો કે અત્યાર સુધી અક્ષયકુમાર કે તેની ટીમ તરપથી એવું કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.
અક્ષયકુમારે ફેન્સને કરી હતી આ વાત
અત્રે જણાવવાનું કે રવિવારે સવારે અક્ષયકુમારે પોતાના કોવિડ રિપોર્ટની જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું તમામને એ સૂચિત કરવા માંગુ છું કે સવારે મારો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પ્રોટોકોલને ફોલો કરતા મેં મારી જાતને આઈસોલેટ કરી છે. હું હાલ હોમ ક્વોરન્ટિન છું અને તમામ જરૂરી સ્વાસ્થ્ય દેખભાળ કરી રહ્યો છું. તમામને અપીલ કરું છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હતાં તેઓ પોતાનો ટેસ્ટ કરાવે અને પોતાનું ધ્યાન રાખે. જલદી એક્શનમાં પાછો ફરીશ.
સૂર્યવંશીનો છે ઈન્તેજાર
અક્ષયકુમારની વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર એક પછી એક અનેક ફિલ્મોમાં જોવા મળશે. અક્ષયકુમાર પાસે ફિલ્મોનું લાંબુ લિસ્ટ છે. ફેન્સને તેની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીનો ઈન્તેજાર છે. આ ફિલ્મમાં તે કેટરીના કૈફ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત જલદી તે પૃથ્વીરાજ, બેલબોટમ, અતરંગી રે, બચ્ચન પાંડે અને રામસેતુમાં પણ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે