'તાનાજી' બાદ હવે 'મૈદાન'માં ફુટબોલ રમતા જોવા મળશે અજય દેવગન, ફોટો થયા વાયરલ


પહેલા પોસ્ટરમાં અજય દેવગને પોતાના હાથમાં બોલ પકડ્યો છે, જ્યારે બીજો પોસ્ટરમાં તે બોલને કિક કરી રહ્યો છે. પરંતુ લુકની વાત કરીએ તો તેમાં તે ડેનિમ શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. 
 

'તાનાજી' બાદ હવે 'મૈદાન'માં ફુટબોલ રમતા જોવા મળશે અજય દેવગન, ફોટો થયા વાયરલ

નવી દિલ્હીઃ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'ની સફળતા બાદ અજય દેવગન Ajay devgn) માટે વધુ એક સારા સમાચાર છે. તેની ફિલ્મ 'મૈદાન (Maidan)'ના કેટલાક પોસ્ટર જારી કરવામાં આવ્યા છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા તેનું ટીઝર પોસ્ટર આવ્યું હતું, જેમાં કેટલાક ફુટબોલરો માટ્ટીમાં ભરાયેલા જોવા મળી રહ્યાં હતા. ત્યારબાદથી ફેન્સ અજય દેવગનના લુકની રાહ જોઈ રહ્યાં હતા. હવે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં અજય દેવગનની સ્ટાઇલ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. 

પહેલા પોસ્ટરમાં અજય દેવગને પોતાના હાથમાં બોલ પકડ્યો છે, જ્યારે બીજો પોસ્ટરમાં તે બોલને કિક કરી રહ્યો છે. પરંતુ લુકની વાત કરીએ તો તેમાં તે ડેનિમ શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. 

— Ajay Devgn (@ajaydevgn) January 30, 2020

અજય દેવગને ટ્વીટ કર્યું કે કહાની છે ઈન્ડિયન ફુટબોલના ગોલ્ડન ફેઝની અને સૌથી વધુ સફળ કોચની. આ પોસ્ટમાં એક ટીમ છે, જે વરસાદમાં ભિંજાઈ રહી છે અને સામે અજય દેવગન ઉભો છે. બીજા પોસ્ટરને શેર કરતા અજયે લખ્યું છે કે, પરિવર્તન લાવવા માટે એક જ ઘણો હોય છે. 

— Ajay Devgn (@ajaydevgn) January 30, 2020

ફિલ્મની વાત કરીએ તો 'મૈદાન' 1956થી 1962 વચ્ચે ભારતીય ફુટબોલ ટીમ અને તેમના કોચ રહેલા સૈય્યદ અબ્દુલ રહીમની કહાની છે. જ્યારે ભારતીય ટીમ પોતાના સૂવર્ણ સમયમાં હતી. 1956માં ટીમ મેલબોર્ન ઓલિમ્પિકમાં ઘણી મોટી ટીમોને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ ટીમ ક્યારેય તે સ્તર સુધી પહોંચી શકી નથી. તે સમયે ટીમ ઈન્ડિયાના કોચ સૈય્યદ અબ્દુલ રહીમ હતા. તેમણે કેન્સરથી લડાઈ લડતા 1962માં ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અજય દેવગન આ કોચની ભૂમિકા ભજવી રહ્યાં છે. તાનાજી હિટ થયા બાદ અજય દેવગનને પોતાની આ ફિલ્મથી ઘણી આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news