Black Movie: 19 વર્ષ પછી આ ઓટીટી પર રિલીઝ થઈ અમિતાભ બચ્ચન-રાની મુખર્જીની ફિલ્મ બ્લેક

Black Movie: અમિતાભ બચ્ચનને તેના ટ્વીટર હેન્ડલ પરથી બ્લેક ફિલ્મને 19 વર્ષ પૂરા થયા તે વાતની સાથે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ છે તેની જાણકારી પણ આપી છે. 

Black Movie: 19 વર્ષ પછી આ ઓટીટી પર રિલીઝ થઈ અમિતાભ બચ્ચન-રાની મુખર્જીની ફિલ્મ બ્લેક

Black Movie: સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની બ્લોક બસ્ટર ફિલ્મ બ્લેક 4 ફેબ્રુઆરી 2005 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આજે આ ફિલ્મને 19 વર્ષ પુરા થયા છે અને ખાસ વાત એ છે કે આજના દિવસે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. આજ સુધી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી ન હતી.

અમિતાભ બચ્ચનને તેના ટ્વીટર હેન્ડલ પરથી બ્લેક ફિલ્મને 19 વર્ષ પૂરા થયા તે વાતની સાથે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ છે તેની જાણકારી પણ આપી છે. અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીના ફેન્સ પણ ઓટીટી પર આ ફિલ્મને જોવા માટે બેતાબ હતા. તેવામાં આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 2024 થી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ હશે. 

બ્લેક ફિલ્મને 19 વર્ષ પુરા જ થયા છે તે વાતને લઈને નિર્માતાઓએ ચાહકોને પણ સરપ્રાઈઝ કરી દીધા છે. અમિતાભ બચ્ચનને ટ્વિટ કરીને જણાવ્યું છે કે બ્લેક ફિલ્મને રિલીઝ થઈ એ 19 વર્ષ થયા છે અને આજે અમે નેટફ્લિક્સ પર પહેલી વખત તેને ડિજિટલી રીલીઝ કરી રહ્યા છીએ. 

Debraj and Michelle's journey has been an inspiration to all of us, and we hope it instills you with strength and compassion ❤️#SanjayLeelaBhansalipic.twitter.com/tkJCzivFBt

— Amitabh Bachchan (@SrBachchan) February 4, 2024

સંજય લીલા ભણસાલીની બ્લોકબસ્ટર ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ છે તે વાતની ઘોષણા નેટફ્લિક્સે પણ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર કરી છે. બ્લેક ફિલ્મ એક એવી યુવતીની સ્ટોરી છે જે નાનપણથી જ જોઈ શકતી નથી અને સાંભળી શકતી નથી. આ યુવતીનું પાત્ર રાની મુખર્જીએ ભજવ્યું છે અને તેને વાંચતા અને લખતા જે ટીચર શીખવાડે છે તે ટીચરનું પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news