હાઈ લા..સિદ્ધાર્થ મલ્હોત્રાની આ હીરોઈનની આવી હાલત? શાકભાજી વેચવા માટે મજબુર

ક્યારેક ક્યારેક કોઈ ટીવી કલાકાર કે ફિલ્મ કલાકારની એવી તસવીરો સામે આવી જાય છે કે કોઈ તેને જુએ તો દંગ રહી જાય છે. 

હાઈ લા..સિદ્ધાર્થ મલ્હોત્રાની આ હીરોઈનની આવી હાલત? શાકભાજી વેચવા માટે મજબુર

મુંબઈ: ક્યારેક ક્યારેક કોઈ ટીવી કલાકાર કે ફિલ્મ કલાકારની એવી તસવીરો સામે આવી જાય છે કે કોઈ તેને જુએ તો દંગ રહી જાય છે. આવી જ એક હીરોઈનની તસવીરો આજકાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. અત્રે જણાવવાનું કે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ હંસી તો ફસીમાં જોવા મળેલી અદા શર્માનો બિલકુલ ચોંકાવનારો લુક સામે આવી રહ્યો છે. વાઈરલ થયેલી તસવીરોમાં તે શાકભાજી વેચતી જોવા મળી રહી છે. 

મેલા ઘેલા કપડામાં જોવા મળી રહેલી અદા ખુબ પરેશાન પણ દેખાય છે. હવે તમે વિચારતા હશો કે આખરે અદા જેવી હોટ હીરોઈનની આવી હાલત કેવી રીતે થઈ? શું અદાની હાલત એટલી ખરાબ છે કે તે શાકભાજી વેચવા માટે મજબુર થઈ ગઈ. અત્રે જણાવવાનું કે અદા શર્માએ હોરર ફિલ્મ 1920થી બોલિવૂડમાં પર્દાપણ કર્યુ હતું. ત્યારબાદ તે વિદ્યુત જામવાલ સાથે કમાન્ડો 2માં જોવા મળી હતી. આ ઉપરાંત સિદ્ધાર્થ શર્મા અને પરિણીતિ ચોપરાથી ફિલ્મ હંસી તો ફસીમાં પણ તે પરિણીતિની બહેનનો રોલ કરી ચૂકી છે. આ ફિલ્મોમાં કામ કરવા છતાં જો કે અદાને કઈ ખાસ સફળતા મળી નથી. 

A post shared by Nikhil Raj (@official_nikhilraj) on

જો કે સાઉથની ઈન્ડસ્ટ્રીમાં તેની ખુબ બોલબાલા છે. અદા અત્યાર સુધી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. શાકભાજીના ગેટઅપમાં હાલ તેની તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે. 

(અહેવાલ સાભાર-બોલિવૂડ લાઈફ ડોટ કોમ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news