'Gandii Baat' ફેમ અભિનેત્રીની ધરપકડ, પોર્ન Video બનાવીને અપલોડ કરવાનો આરોપ

એક્તા કપૂર (Ekta Kapoor) ની વેબસિરીઝ ગંદી બાત (Gandii Baat) ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠ (Gehana Vasisth) ની મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલની ટીમ એક વેબસાઈટ પર પોર્ન વીડિયો શૂટ કરીને અપલોડ કરવામાં કથિત ભૂમિકા સંદર્ભે ધરપકડ કરી છે.

'Gandii Baat' ફેમ અભિનેત્રીની ધરપકડ, પોર્ન Video બનાવીને અપલોડ કરવાનો આરોપ

Actress Gehana Vasisth Arrested: એક્તા કપૂર (Ekta Kapoor) ની વેબસિરીઝ ગંદી બાત (Gandii Baat) ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠ (Gehana Vasisth) ની મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલની ટીમ એક વેબસાઈટ પર પોર્ન વીડિયો શૂટ કરીને અપલોડ કરવામાં કથિત ભૂમિકા સંદર્ભે ધરપકડ કરી છે. આજે તેને મુંબઈની એક કોર્ટમાં રજુ કરાશે. મુંબઈ પોલીસે આ જાણકારી આપી. 

પોલીસ અન્ય મોડલ, સાઈડ અભિનેત્રીઓ અને કેટલાક પ્રોડક્શન હાઉસની ભાગીદારીની પણ નિગરાણી કરી રહી છે. જેમના પર ગેંગ દ્વારા શૂટ કરાયેલી એડલ્ટ ફિલ્મોને મોબાઈલ એપ અને વેબસાઈટ્સ પર એડિટ કરીને અપલોડ કરવાનો આરોપ છે. 

કોણ છે ગેહના વશિષ્ઠ?
મિસ એશિયા બિકિનીનો તાજ જીતી ચૂકેલી ગેહના(Gehana Vasisth) એ જાહેરાતો, હિન્દી  અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. પોલીસના જણાવ્યાં મુજબ ગહેનાએ 87 અશ્લીલ/પોર્ન વીડિયો શૂટ કર્યા છે અને તેમને વેબસાઈટ્સ પર અપલોડ કર્યા છે. જેને જોવા માટે સદસ્યતાની જરૂરિયાત હોય છે. જે લોકોએ ચેનલની સદસ્યતા લીધી છે તેમણે 2000 રૂપિયાની ચૂકવણી કરવાની હોય છે. 

ગેહના વશિષ્ઠ એક્તા કપૂરની ટીવી સીરિયલ ગંદી બાતમાં પણ અભિનય કરી ચૂકી છે. ગંદી બાતમાં અભિનય દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો જેમાં તેણે ઈરોટિક પોઝમાં તિરંગો લપેટી રાખ્યો હતો. ત્યારબાદ કેટલાક સામાજિક કાર્યકરોએ તેની પીટાઈ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ વિરોધ પ્રદર્શન દરમિયાન તેના પર પથ્થર ફેંક્યા હતા. 

દરોડામાં ધરપકડ કરાયા કેટલાક લોકો
પોલીસના જણાવ્યાં મુજબ શુક્રવારે શહેરના મલાડ-માલવણી વિસ્તારમાં માઢ સ્થિત ગ્રીન પાર્ક નામના એક બંગલા પર દરોડા દરમિયાન બે પુરુષ અભિનેતા, એક લાઈટ મેન, એક મહિલા ફોટોગ્રાફર અને એક ગ્રાફિક ડિઝાઈનરને પકડ્યા હતા. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી હાઈ ડેફિનેશન વીડિયો કેમેરા, છ મોબાઈલ ફોન, એક લેપટોપ, એક કેમેરા સ્ટેન્ડ, વીડિયો ક્લિપ્સથી ભરેલા મેમરી કાર્ડ અને ડાઈલોગ્સ જપ્ત કર્યા છે. 

— ANI (@ANI) February 7, 2021

પોલીસે જણાવ્યું કે તેમણે એક મહિલાનો છૂટકારો પણ કરાવ્યો છે. આ ઉપરાંત પોલીસે ત્રણ બેન્ક ખાતા પણ જપ્ત કર્યા છે જેમાં 36 લાખ મળી આવ્યા. જે આ એડલ્ટ એપ્સની મદદથી કમાવવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે પોલીસને ખબર મળી હતી કે એક ગેંગ ફિલ્મોમાં કામ માટે ફ્રેશ ચહેરાની શોધમાં જાહેરાત બહાર પાડી છે. 

જો કે ત્યારબાદ આ લોકો મોટા મોટા બંગલામાં આવા કલાકારો પાસે અશ્લિલ સીન્સ કરાવે છે, તેમને વધુ પૈસા ઓફર કરીને એગ્રીમેન્ટ સાઈન કરાવે છે અને પછી તેમને પોર્ન ફિલ્મોમાં કામ કરવા માટે ફોર્સ કરે છે. ત્યારબાદ તેમના વીડિયો ક્લિપ્સને સોશિયલ મીડિયા પર નાખીને પૈસા રળાય છે. મલાડ વિસ્તારમાં થયેલી રેડને પ્રોપર્ટી સેલના સીનિયર ઈન્સ્પેક્ટર કેદારી પવારે લીડ કરી હતી અને લક્ષ્મીકાંત સાળુંકે આ કેસની તપાસ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news