અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ


Paresh Rawal new NSD Chief: ભાજપના ભાજપના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 
 

અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ

નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા અભિનેતા પરેશ રાવલ (Paresh Raval)ની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતથી ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલને એનએસડીના અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યાં છે. 

— Prahlad Singh Patel (@prahladspatel) September 10, 2020

કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે રાવલને એનએસડી ચીફ બનવા પર શુભકામના આપી છે. તેમણે ટ્વીટ કર્યું, 'પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલ જીને મહામહિમ રાષ્ટ્રપતિએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તથા છાત્રોને મળશે. હાર્દિક શુભકામનાઓ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news