આ વ્યક્તિનું નિંદરમાં નિધન, બોલિવૂડના ખેરખાંઓએ વ્યક્ત કર્યું દુ:ખ

તેઓ 1960ના દાયકામાં અભિનયના પાઠ ભણાવતા હતા. તેમની શરૂઆત એફટીઆઇઆઇ, પુણેથી થઈ હતી. તેમણે મુંબઈમાં રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગની શરૂઆત કરી હતી. 

આ વ્યક્તિનું નિંદરમાં નિધન, બોલિવૂડના ખેરખાંઓએ વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હી : બોલિવૂડના અનેક ખ્યાતનામ એક્ટર્સને એક્ટિંગનો ગુણ શીખવનાર એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમના પરિવારે આપી છે. 87  વર્ષના રોશને શબાના આઝમી, નસિરુદ્દીન શાહ, જયા બચ્ચન, અનિલ કપૂર અને શત્રુઘ્ન સિંહા જેવા કલાકારોને એક્ટિંગનો કક્કો શીખવ્યો છે. 

રોશનના દીકરા રોહિત તનેજાએ શનિવારે સવારે આઇએએએસને માહિતી આપી છે કે મારા પિતાનું શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે નિંદરમાં જ નિધન થઈ ગયું છે. રોશન તનેજાના પરિવારમાં પત્ની મિથિકા અને દીકરાઓ રોહિત અને રાહુલનો સમાવેશ થાય છે. સાંતાક્રુઝના વિદ્યુત સ્મશાનગૃહમાં સાંજે 4.30 કલાકે તેમના અંતિમ સંસ્કાર થશે. 

— Azmi Shabana (@AzmiShabana) May 11, 2019

શબાના આઝમીએ સમાચાર સાંભળીને શોકસંદેશ આપ્યો છે કે તેઓ એફટીઆઇઆઇના એવા એકમાત્ર ગુરુ હતા જેને હું પગે લાગતી હતી.

— rakesh bedi (@bolbedibol) May 11, 2019

આ અવસાન પછી અભિનેતા રાકેશ બેદીએ લખ્યું હતું કે મારા માટે બહુ દુખદ દિવસ. મારા ગુરુનું કાલે અવસાન થયું છે. મારી કરિયર બનાવવા માટે હું તેમનો આભારી છું.

રોશન તનેજા 1960ના દાયકામાં અભિનયના પાઠ ભણાવતા હતા. તેમની શરૂઆત એફટીઆઇઆઇ, પુણેથી થઈ હતી. તેમણે મુંબઈમાં રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગની શરૂઆત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news