Aashram 4 Teaser: બાબા નિરાલાની ધરપકડ, પમ્મીની થશે આશ્રમમાં વાપસી, જાણો કેવી હશે આશ્રમ 4ની ચોથી સિઝન?

Aashram 4 Teaser: બોબી દેઓલ અને એમએક્સ પ્લેયરે આશ્રમ 4નું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બાબા અંતર્યામી છે, તેઓ તમારું મન જાણે છે. તેથી આશ્રમ 3 ના એપિસોડ સાથે અમે આશ્રમ 4 ની એક ઝલક પણ દેખાડીએ છીએ. 

Aashram 4 Teaser: બાબા નિરાલાની ધરપકડ, પમ્મીની થશે આશ્રમમાં વાપસી, જાણો કેવી હશે આશ્રમ 4ની ચોથી સિઝન?

મુંબઈ: આજકાલ લોકો ઓટીપી પ્લેટફોર્મ પર દરેક વેબસીરિઝ જોવાનું પસંદ કરે છે. ત્યારે તાજેતરમાં બોલિવુડ સ્ટાર બોબી દેઓલની લોકપ્રિય વેબ સિરીઝ એક બદનામ... આશ્રમની ત્રીજી સીઝન ખૂબ ચર્ચામાં છે. સીઝન 3ના આગમન બાદ આશ્રમ સીઝન 4નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં બોબી દેઓલ પોતાને ભગવાન કહી રહ્યો છે. આ સિરીઝમાં અભિનેત્રીઓ ત્રિધા ચૌધરી, ચંદન રોય સાન્યાલ, અદિતિ પોહનકર અને દર્શન કુમાર પણ જોવા મળે છે.

બોબી દેઓલ અને એમએક્સ પ્લેયરે આશ્રમ 4નું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બાબા અંતર્યામી છે, તેઓ તમારું મન જાણે છે. તેથી આશ્રમ 3 ના એપિસોડ સાથે અમે આશ્રમ 4 ની એક ઝલક પણ દેખાડીએ છીએ. 

ટીઝરની શરૂઆતમાં બોબી દેઓલ નિરાલા બાબા તરીકે જોવા મળે છે. તેમના નામનો જયકારો કરવામાં આવી રહ્યો છે. પછી બાબા નિરાલા કહે છે, 'ભગવાન અમે છીએ, તમારા કાન ઉપર સ્વર્ગ બનાવ્યું છે મેં, ભગવાનને કેવી રીતે પકડી શકો છો.' ટીઝરમાં પમ્મી પહેલવાનની આશ્રમની આસપાસ ફરતી દેખાડવામાં આવી છે. નવી સિઝનમાં પમ્મી પણ દુલ્હન બનતી પણ જોવા મળશે.

ટીઝરને જોઈને લાગે છે કે આ વખતે આખરે બાબા નિરાલાના દુષ્કર્મનો પર્દાફાશ થઈ જ જશે અને તે પોલીસના હાથે ઝડપાઈ જશે. પમ્મી પહેલવાન પણ કંઈક મોટું વિચારીને આશ્રમમાં પાછી આવી છે. જ્યારે, બાકીના પાત્રોને જોવું રસપ્રદ રહેશે.

વર્ષ 2023માં આશ્રમ 4 આવશે. વેબ સિરીઝમાં બોબી દેઓલ, ચંદન રોય સાન્યાલ, અદિતિ પોહનકર, તુષાર પાંડે, દર્શન કુમાર, ત્રિધા ચૌધરી અને અનુપ્રિયા ગોએન્કા સ્ટાર્સ જોવા મળશે. આશ્રમનું નિર્દેશન પ્રકાશ ઝા દ્વારા કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news