રાહતના સમાચારઃ Insuranceનું પ્રીમિયમ ન ભર્યું હોય તો પણ નહીં થાય તમારી પોલિસી લેપ્સ


લૉકડાઉનને કારણે વીમા પોલિસીની ચિંતા કરતા લોકોનું સમાધાન આવી ગયું છે. 

રાહતના સમાચારઃ Insuranceનું પ્રીમિયમ ન ભર્યું હોય તો પણ નહીં થાય તમારી પોલિસી લેપ્સ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લૉકડાઉન છે. તમને આ વચ્ચે ચિંતા થઈ રહી હશે કે જો આ લૉકડાઉન વચ્ચે વીમાનું પ્રીમિયમ ન ભર્યું તો તે લેપ્સ થઈ જશે. પરંતુ તમારી આ ચિંતાનું સમાધાન થઈ ચુક્યું છે. જો તમે લૉકડાઉનને કારણે પ્રીમિયમ નહીં ભરો તો પણ તમારો વીમો લેપ્સ માનવામાં આવશે નહીં. કેન્દ્રીય નાણા મંત્રાલય (Finance Ministry)એ તમને રાહત આપતો નિર્ણય કર્યો છે. 

કોઈપણ વીમો 21 એપ્રિલ સુધી લેપ્સ થશે નહીં
નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે લૉકડાઉન દરમિયાન જે લોકોએ પોતાના મોટર વ્હીકલનો થર્ડ પાર્ટી વીમો કે હેલ્થ વીમા (Health Insurance)ને રિન્યૂ ન કરાવી શક્યા તો 21 એપ્રિલ સુધી પ્રીમિયમ ભરી રિન્યૂ કરાવી શકે છે. એટલે કે કોઈ પોલિસી 25 માર્ચ સુધી લેપ્સ થઈ રહી હોય અને પેમેન્ટ ન કર્યું હોય તો લેપ્સ માનવામાં આવશે નહીં. પરંતુ તે 21 એપ્રિલ સુધી પૈસા ભરીને પોલિસી યથાવત રાખી શકે છે. 

વીમા નિયમમાં કર્યો ફેરફાર
લૉકડાઉન વચ્ચે બેન્કિંગ ન કરી શકવા અને કેશ જમા ન કરવાની મજબૂરી વચ્ચે નાણામંત્રાલયે વીમા નિયમમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારને નોટિફાઈ પણ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે કંપનીઓને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે 25 માર્ચથી 14 એપ્રિલના સમય વચ્ચે આવા ઘણા લોકો ફસાયા છે. આ કારણે તે પોતાની પોલિસી રિન્યૂ કરાવી શક્યા નથી. સરકારે આવી વ્યવહારીક સમસ્યાને જોતા આ ફેરફાર કર્યો છે. આ પહેલા સરકારે ટેક્સ ભરનારની તારીખ આગળ વધારવા સિવાય ગરીબો માટે રાહત પેકેજ આપવા અને ત્રણ મહિનાની લોનનો હપ્તો ટાળવા જેવી સુવિધા પણ આવી છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન કોઈપણ નાગરિકને ઘરની બહાર નિકળવાની મંજૂરી નથી. માત્ર જરૂરી વસ્તુ લેવા માટે લોકો ઘરની બહાર નિકળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news