મોટી રાહત: વર્લ્ડ બેન્કે ભારતને એક બિલિયન ડોલરનું પેકેજ આપવાની કરી જાહેરાત

કોરોના સંકટ વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. 

મોટી રાહત: વર્લ્ડ બેન્કે ભારતને એક બિલિયન ડોલરનું પેકેજ આપવાની કરી જાહેરાત

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. વર્લ્ડ બેન્કના એક બિલિયન ડોલર (લભગ 7600 કરોડ) સામાજિક સુરક્ષા પેકેજનો ઉપયોગ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સારી તપાસ, કોવિડ 19 હોસ્પિટલોને વધુ સારી બનાવવા અને લેબ બનાવવામાં થઈ શકે છે. વર્લ્ડ બેન્કે અગાઉ 25 વિકાસશીલ દેશોને પેકેજ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

— ANI (@ANI) May 15, 2020

આ અગાઉ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે ભારતને એક અબજ ડોલરની ઈમરજન્સી નાણાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. તેનું કહેવું હતું કે આ લોન ફક્ત એટલા માટે અપાઈ રહી છે કારણ કે જેથી કરીને ભારતને કોવિડ 19ના પ્રસારને રોકવામાં મદદ મળે અને કોરોના વાયરસ મહામારીથી થનારા માનવીય, સામાજિક અને આર્થિક નુકસાનને ઓછી કરી શકાય. 

નોંધનીય છે કે ભારતમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યાં છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધીને 81,970 થયા છે. જેમાંથી 51,401 લોકો હજુ પણ કોરોના પોઝિટિવ છે. જ્યારે સારવાર બાદ 27,920 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2649 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3967 કેસ સામે આવ્યાં છે. જ્યારે 100 લોકોના મોત થયા છે. કોરોનાએ દેશમાં સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં દેખાડ્યો છે. જ્યાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 27524 થઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 1602 નવા કેસ આવ્યા છે. અને 44 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news