નીરવ મોદીનો આલિશાન બંગલો ડાયનામાઇટ લગાવી ઉડાવી દીધો, જુઓ Video

નીરવ મોદીનો આલિશાન બંગલો ડાયનામાઇટ લગાવી ઉડાવી દીધો, જુઓ Video

પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાકૌભાંડનો મુખ્ય આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીના સમુદ્વતટે બનેલા બંગલાને વહિવટીતંત્રએ શુક્રવારે નિયંત્રિત વિસ્ફોટ વડે ધરાશય કરી દીધો. નીરવ મોદીનો આ બંગલો અલીબાગમાં આવેલો હતો. આ બંગલાને તોડી પાડવાની પ્રક્રિયા 25 જાન્યુઆરીથી ચાલી રહી હતી. 6 માર્ચના રોજ વિસ્ફોટ કરવાની શરૂ કરવામાં આવી હતી. રાયગઢના જિલ્લા કલેક્ટર ડૉ.વિજય સૂર્યવંશીએ તેની જાણકારી આપી હતી.

કિહિમ બીચના નજીકના 33,000 વર્ગફીટના બંગલાની બહાર તથા અંદર 100 થી વધુ ડાયનામાઇટને રાખવામાં આવ્યા અને આકારી સુરક્ષા વચ્ચે પહેલો વિસ્ફોટ સવારે 11:15 વાગે કર્યો. થોડા દિવસો પહેલાં બંગલાના વિભિન્ન બિંદુઓ પર નિયંત્રિત વિસ્ફોટને અંજામ આપવા માટે વિસ્ફોટક લગાવવામાં આવ્યા હતા. કલેક્ટરે 25 જાન્યુઆરીના રોજ પારંપારિક રીતે બુલડોઝર તથા બીજા હાથમાં ઉપકરણો વડે બંગલાને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ આ એક ધીમી પ્રક્રિયા સાબિત થઇ. 

— ANI (@ANI) March 8, 2019

બંગલાના કિંમતી સામાનની થશે હરાજી
સૂત્રોએ જણાવ્યું કે બંગલાની મજબૂતી પર જેસીબી અને પોકલેન મશીન કારગર સાબિત થયા નહી. બીજી તરફ બંગલાને તોડી પાડવા માટે પહોંચેલી ટીમને અહીં કિંમતી સામાન મળ્યો હતો. આ કિંમતી સામાનને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે. હવે આ સામાનની હરાજી કરવામાં આવશે. કિંમતી સામાનમાં ઝૂમર અને બાથરૂમમાં શાવર વગેરે પણ સામેલ છે. બંગલાને તોડી પાડવા માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમને બોલાવવામાં આવી હતી.

ઇડીએ જપ્ત કર્યો હતો બંગલો
ગેરકાયદેસર બિલ્ડિંગો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં નિષ્ફળતા પર મુંબઇ હાઇકોર્ટની ફટકાર બાદ આ બિલ્ડિંગોને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો હતો. અન્ય એજન્સીઓ સાથે પીએનબી કેસની તપાસ કરી રહેલી ઇડીએ સંપત્તિ જપ્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news