Vibrant Summit 2019 : પ્રથમ દિવસે કયા વક્તાએ શું કહ્યું જાણો એક ક્લિકમાં...

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના પ્રથમ દિવસે અનેક દેશોનાં વડા અને પ્રતિનિધીઓએ સંબોધન કર્યું હતું અને ગુજરાતની પ્રગતિ અને વિશ્વમાં ભારતના આગવા સ્થાન અંગે પોત-પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા, સાથે જ અનેક ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાતમાં મોટાપાયે રોકાણની જાહેરાતો પણ કરવામાં આવી હતી.

Vibrant Summit 2019 : પ્રથમ દિવસે કયા વક્તાએ શું કહ્યું જાણો એક ક્લિકમાં...

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019નો મહાત્મા મંદિર પરિસરમાં શુક્રવારે શાનદાર શુભારંભ થયો હતો. ૧પ રાષ્ટ્રો આ સમિટમાં પાર્ટનર બન્યા છે તથા ૧૧ સંગઠનો સહયોગી થયા છે. ભારતના અન્ય ૮ રાજ્યો પણ આ સમિટમાં પોતપોતાના રાજ્યના પ્રમોશન માટે જોડાયા છે. શુક્રવારે મહાત્મા મંદિરમાં મુખ્ય કન્વેન્શન હોલમાં સમિટનો શુભારંભ સમારોહ યોજાયો હતો. વિવિધ રાષ્ટ્રોના વડાઓ, વૈશ્વિક સંગઠનોના પ્રતિનિધિઓ, દેશ-વિદેશના સર્વોચ્ચ ઉઘોગપતિઓ સહિત અનેક મહાનુભાવોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વની, ભારતની પ્રગતિની અને ગુજરાતના વેપાર-વાણિજ્યને સાનુકૂળ વાતાવરણની પ્રશંસા કરી હતી.

એન.ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન
ગુજરાત ટાટા ગૃપનું સૌથી મોટુ ભાગીદાર રહ્યું છે, એમ જણાવતા ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું કે, દૃષ્ટ્રિવંત વડા પ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં આર્થિક-સામાજિક અને ઔદ્યોગિક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. ટાટા ગૃપ દ્વારા ગુજરાતમાં રીન્યૂઅલ એનર્જી, હોટલ, પ્રવાસન ક્ષેત્રે રૂા.૧૮ હજાર કરોડ જેટલુ મૂડી રોકાણ કરવામાં આવશે. ગુજરાતમાં ૧૬ જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ નિગમિત સામાજિક જવાબદારી (સી.એસ.આર.) હેઠળ ટાટા ગ્રૂપ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરી સામાજિક જવાબદારી નિભાવવામાં આવી રહી છે. છેલ્લા સાત વર્ષમાં ટાટા ગૃપ દ્વારા રપ હજાર રોજગારીની તકો આપવામાં આવી છે.

Mr. Didier Casimiro (ગ્લોબલ હેડ ઓફ ડાઉનસ્ટ્રીંમ, રોઝ નેફટ)
Mr. DIdier Casimipo એ જણાવ્યું કે, ગુજરાત સરકારની સરળ અને ઉઘોગ ફ્રેન્ડલી ઔદ્યોગિક પોલીસીને કારણે ગુજરાત આજે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. તેમણે જણાવ્યું કે, એનર્જી સિક્યુરિટી માટે લાંબા ગાળા સુધી કાર્યરત રહેવા સાથે મધ્ય, લઘુ, અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે કામ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા પ્રયાસ કરીશુ.

Mr.Soren Skou, CEO AP Moler Marsk, Denmark
એ.પી.મોલર મેરસ્કના સીઇઓ Mr.Soren Skou એ જણાવ્યું કે, ગુજરાતમાં પાવર પાર્ક, લોજીસ્ટીક સપોર્ટ, મેરીટાઇમ ડેવલપમેન્ટ ક્ષેત્રે સમાન ભાગીદારી અસામાન્ય પરિણામો આપશે.

કુમાર મંગલમ બિરલા, ચેરમેન, આદિત્ય  બિરલા ગ્રૂપ
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે, પ્રથમ વાયબ્રન્ટ સમિટથી જ મને તમામ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિગત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તમામ સમિટમાં કંઇક નવીન બદલાવ જોવા મળે છે. છેલ્લા ૫ વર્ષમાં બિરલા ગ્રુપે ભારતમાં ૧૦ મિલિયન યુ.એસ.ડોલરનું વિવિધ ક્ષેત્રે રોકાણ કર્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ઉત્પાદન અને વ્યાપાર ક્ષેત્રે વધુ શકિતશાળી બન્યો  છે. બિરલા ગ્રુપે ગુજરાતમાં અંદાજે ૩૦૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને વધુ ૧૫૦૦૦ કરોડનું રોકાણ કરવાનું પણ આયોજન છે. 

Mr.Guangda Xiang, Founder and Chairman, Tsingshan Industry, China 
Tsingshan Industry, ફાઉન્ડર ચેરમેન શ્રી  Mr.Guanada Xiang એ ભારત, ચીન અને ગુજરાતમાં ઔદ્યોગિક મૂડી રોકાણમાં રહેલ વિશેષ તકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી હરણફાળ ભરી રહ્યું છે. 

Mr, John Chambers, Chairman, USISPF 
યુએસ ઇન્ડિયાના ચેરમેન જોને જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર મજબૂત થઇ રહ્યું છે. આઇ ક્રિએટર અને જોબ ક્રિએશન દ્વારા ભારતમાં રોજગારીની વિપુલ તકો ઊભી થઇ રહી છે. ભારત અને અમેરિકાના 40 વર્ષ જૂના સંબંધો વધુ મજબૂત બન્યા છે. 

સુધીર મહેતા, ચેરમેન, ટોરેન્ટ ફાર્માસ્યુટિક્લ
ટોરેન્ટ ફાર્માસ્યુટીકલના ચેરમેન સુધીર મહેતાએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વ સમાવેશક વિકાસ થયો છે. ગુજરાત સમગ્ર દેશમાં મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ડેસ્ટીનેશન બન્યું છે. જેને પરિણામે ગુજરાત મોડલ અન્ય રાજ્યોમાં પણ અમલી બનાવાયું છે. વડાપ્રધાન મોદીના નવા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી 'નયા ગુજરાત'ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં ઊર્જા તેમજ ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે રૂા. ૩૦ હજાર કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં ટોરેન્ટ ગ્રૂપ રીન્યુએબલ એનર્જી, ગેસ ડીસ્ટ્રીબ્યુરેશન ક્ષેત્રે રૂા.૧૦ હજાર કરોડનું મુડીરોકાણ કરશે. 

Lord Jonathan Marlad, Chairman Commonwealth Enterprise & Investment Council (CWEIC)
Commonwealth Enterpriseના ચેરમેન લોર્ડ જોનાથાએ જણાવ્યું કે, કોમનવેલ્થના ૪૩ દેશોમાં ભારતીયો વસવાટ કરે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને તેમણે 'વાઈબ્રન્ટ ફયુચર ઓફ ગુજરાત' ગણાવી હતી.

ગૌતમ અદાણી, ચેરમન, અદાણી ગૃપ
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાયબ્રન્ટ ગુજરાત સમિટના આર્કિટેક ગણાવતા જણાવ્યું હતું કે, ન્યુ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત ઔઘોગિક વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી પોતાનું યોગદાન આપી રહ્યું છે. વૈશ્વિક વિકાસમાં ભારત ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યું છે. વિદેશી મૂડીરોકાણમાં પણ ભારત અગ્રેસર રહ્યું છે. અદાણી ગ્રૂપ ગુજરાતમાં પપ હજાર કરોડનું મૂડીરોકાણ કરશે. જેના દ્વારા પ૦ હજાર જેટલી સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.

Mr.David Farr, Chairman, Emerson Electric 
એમરસન્સ ઇલેક્ટ્રીકના ચેરમેન ડેવિડ ફેરે જણાવ્યું કે, એમરસન્સ ઇલેક્ટ્રીક દ્વારા કેમિકલ, રીફાઇનરી, પાવર, ફૂડ તેમજ મેન્યુચેક્ચરીંગ અને સંશોધન માટે મહત્તમ બજેટ ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રીક ક્ષેત્રના વિકાસ માટે સહયોગની ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજીમાં બદલાવ આવતા ઉઘોગ ગૃહો તેમજ સરકારોએ પડકારોનો સામનો કરવા સમય સાથે તાલ મિલાવી નવીન ટેકનોલોજીના સહયોગથી એન્વાયરમેન્ટ  ફ્રેન્ડલી, અને ટકાઉ વિકાસની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. 

Mr. Toshihira Suzuki, CEO, Suzuki Motors 
સુઝુકીના સીઇઓ Mr. Toshihira Suzukiએ જણાવ્યુ હતું કે, ભારત અમારો ખૂબ જ મહત્વનો વ્યવસાયી ભાગીદાર દેશ છે. ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં નવા ૭ મેગા પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન છે. મેઇક ઇન ઇન્ડિયાના માધ્યમથી ભારતે ઓટોમોબાઇલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. સુઝુકી દ્વારા બેચરાજી-હાંસલપુરમાં પ્લા‍ન્ટ સ્થાપવામાં આવ્યો છે, જેમાં સુઝુકી દ્વારા આઇ.ટી.આઇ. પણ શરૂ કરવામાં આવી છે.


Mr. Mukesh Ambani,  Chairman, Reliance Industries
રિલાયન્સના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહયું હતું કે, હું તમામ 9 વાયબ્રન્ટ સમિટનો સાક્ષી રહયો છું. જે મારા માટે ગર્વની વાત છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. તત્કાલિન મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેથી સમિટ આજે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાતમાં રોકાણ માટે પ્રસ્થાપિત થઇ છે. વૈશ્વિક પરિપેક્ષમાં ગુજરાત સૌથી પ્રગતિશીલ રાજય બન્યુ  છે. ગુજરાતી તરીકે મારા ૬ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો મારા સ્વપ્નો છે. ગુજરાત મોડેલ માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વજમાં પ્રસ્થાપિત થયું છે. જીઓના માધ્યમથી માત્ર શહેરો જ નહિં પણ ગુજરાતના તમામ ગામો, તમામ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, બજાર ડિજિટલ બનાવવા છે. રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત ગ્રામિણ ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસ માટે ૧૧ નવા વિવિધ પ્રોજેકટ સ્થાનપવામાં આવશે. ગુજરાત રિલાયન્સ અંદાજે રૂા. ૩ લાખ કરોડના મૂડીરોકાણ દ્વારા ૧૦ લાખ પ્રત્‍યક્ષ અને ૫રોક્ષ આજીવિકા ઉપલબ્ધિ કરાવી છે તેમ પણ શ્રી અંબાણીએ ઉમેર્યું હતું. 

Mr. Jin Liqun, President, Asian Infrastructure Investment Bank (AIIB)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેન્કના પ્રમુખ Mr. Jin Liqunએ જણાવ્યું કે, AIIBની સ્થાપનામાં ભારતનું મહત્તમ પ્રદાન રહયું છે. ભારતમાં આંતર માળખાકીય સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવા સાથે એ.આઇ.આઇ.બી. ગ્રામિણ નાગરિકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ભારતમાં મહિલાઓના આર્થિક સશકિતકરણ માટે એ.આઇ.આઇ.બી. દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું. 

Mr. Yoshihiko IsoZaki, Honorable State Minister of Economy, Trade  & Industry , Japan (METI)
જાપાનના સ્ટેટ મિનિસ્ટર શ્રી યોહિહિકો ઇસોલાકીએ જણાવ્યું કે, જાપાન હંમેશા ગુજરાતના વિકાસ માટે યોગદાન આપી રહ્યું છે. ગુજરાતમાં જાપાને અનેકવિધ કંપનીઓ સ્થાપી ગુજરાતમાં રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે. આજે જાણે ગુજરાતમાં મીની જાપાનની સ્થાપના થઇ હોય તેવુ વાતાવરણ નિર્માણ થયું છે. 

Mr. Kim Yong Rae, Hn Deputy Minister for TradeIndustry and Energy, South Korea     
દક્ષિણ કોરિયાના વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રી Mr. Kim Yong Rae એ જણાવ્યું કે, ભારત-દક્ષિણ કોરિયાના આર્થિક સંબંધો વધુ મજબુત બન્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી પહેલને કારણે ભારતમાં આર્થિક સુધારાઓ થતા ભારતમાં મુડીરોકાણ વધી રહ્યું છે. દક્ષિણ કોરિયા પણ ભારતમાં મહત્તમ મુડીરોકાણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

H.E. Mr. Benjamin Netanyahu, Prime Minister of Isreal (Video Message)
ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્હયુએ વિડીયો મેસેજ દ્વારા સમિટને શુભેચ્છા પાઠવી હતી તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઈઝરાઈલ મુલાકાતને યાદ તાજી કરી હતી. ગુજરાત સરકાર સાથે વોટર, એનર્જી, સિક્યોરિટી સહિતના સેક્ટરમાં સહભાગી બનવા તેમણે તત્પરતા દર્શાવી હતી. તેમણે વડાપ્રધાન મોદીને ગ્રેટ વિઝનરી લીડર તરીકે નવાજ્યા હતા. 

H.E. Mr. Andrej Babis, Prime Minister , Czech Republic
ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી શ્રી એન્ડ્રેજ બાબીસે ગુજરાતને ન્યુ મેન્યુફેક્ચરિંગ કેપિટલ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે, ગુજરાત એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઈકોનોમીનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત સાથે આવનારા સમયમાં ઓટોમોટિવ, એન્જીન્યરીંગ તેમજ એનર્જી સહિતના વિવિધ સેક્ટરમાં વ્યવસાયિક સંબંધો આગળ વધારવા પૂર્ણ સહયોગ મળશે તેવો વિશ્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો.  

H.E. Mr. Lars Lokke Rasmussen, Prime Minister, Denmark 
ડેનમાર્કના વડા પ્રધાન લાર્સ લોક્કે રેસ્મુસેનએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ  સમિટની વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ભારત અને ડેનમાર્ક બને વચ્ચે ગુજરાતમાં બિઝનેસ કરવા માટે હકારાત્મક વાતાવરણ ઉપલબ્ધ છે ત્યારે "આવો સાથે મળીને કરીએ"( come togather, do togather) ના ધ્યેયને સાર્થક કરવા કટિબધ્ધ થવુ જોઇએ. ગુજરાત અને ડેનમાર્ક વચ્ચે  બિઝનેશ માટે વિપુલ માત્રામાં તકો ઉપલબ્ધ છે ખાસ કરીને ખેતી, પશુપાલન, ટકાઉ  ઉર્જા, તથા અન્ય  વિવિધ ક્ષેત્રોનો લાભ લેવા અને વાઇબ્રન્ટ ગુજરાતમાં અમોને આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

H.E. Mr. Shavkat Mirziyoyev, President , Republic of Uzbekistan 
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉઝબેકિસ્તાનના પ્રજાસત્તાક શેવકત મિર્ઝિઓયેવે જણાવ્યું કે, પ્રાચીન સમયથી ગુજરાત વેપાર અને સાહસિકતાના સંદર્ભમાં અગ્રણી રહ્યુ છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ફક્ત પરંપરા નહીં, પણ આધુનિક ભારતના વ્યવસાયની ભાવનાને ખરા અર્થમા ઉજાગર કરે છે. તેમણે જણાવ્યું કે, ઉઝબેકિસ્તાન મુખ્યત્વે ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, ચામડાની અને ફૂટવેર, રાસાયણિક ઉદ્યોગ, પ્રવાસન જેવા ક્ષેત્રોના પ્રોજેક્ટ્સના અમલીકરણમાં રસ ધરાવે છે. ચાલુ વર્ષે ઉઝબેકિસ્તાનમાં યુવા ફોરમનું આયોજન કરવામા આવ્યુ છે તેને ધ્યાનમા રાખીને ઉઝબેકિસ્તાનના વડાએ 2020 માં ઉઝબેકિસ્તાનમાં ભારતીય સંસ્કૃતિના વર્ષ તરીકે તથા ભારતમા ઉઝબેક સંસ્કૃતિના વર્ષ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news