Vibrant Gujarat : દુનિયાના દિગ્ગજો લેશે ભાગ, ગ્લોબલ વેલ્થ ફંડના પ્રમુખો સાથે મુલાકાત કરશે PM Modi
ગાંધીનગરમાં 18 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સંમેલનમાં બિઝનેસની દુનિયાના દિગ્ગજો એક મંચ પર ભેગા થશે અને આ સંમેલન ત્રણ દિવસ સુધી ચાલશે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી અને રિઝર્વ બેંકના ગર્વનર દુનિયાના દિગ્ગજ રોકાણકારો સાથે મુલાકાત કરશે. આ સમિટનો ઉદ્દેશ્ય વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આકર્ષવાનો છે.
Trending Photos
કેતન જોશી, અમદાવાદ: ગાંધીનગરમાં 18 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સંમેલનમાં બિઝનેસની દુનિયાના દિગ્ગજો એક મંચ પર ભેગા થશે અને આ સંમેલન ત્રણ દિવસ સુધી ચાલશે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી અને રિઝર્વ બેંકના ગર્વનર દુનિયાના દિગ્ગજ રોકાણકારો સાથે મુલાકાત કરશે. આ સમિટનો ઉદ્દેશ્ય વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આકર્ષવાનો છે.
નાણા વિભાગના વધારાતના મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાનમંત્રી કેટલાક ઉદ્યોગ સમૂહો, વેપાર જગતના અગ્રણીઓ, પેન્શન ભંડોળના વડાઓ તેમજ રોકાણકારો સાથે ગોળમેજી બેઠક કરશે.
ગ્લોબલ વેલ્થ ફંડના પ્રમુખ લેશે ભાગ
વાઈબ્રન્ટ ગુજરાતમાં વિશ્વના જાણીતા ફંડ સમૂહ પણ ભાગ લેશે. તેમાં એશિયન ડેવલોપમેંટ બેંક, અબૂ ધાબી ઇંવેસ્ટમેંટ ઓથોરિટી, બ્રિટિશ કોલંબિયા ઇંવેસ્ટમેંટ મેનેજમેંટ કોર્પોરેશન, કેનેડા પેંશન પ્લાન કોર્પોરેશન, ગવર્નમેંટ પેંશન ફંડ જાપાન, અમેરિકાના વેંગાર્ડ ફંડ, કેનાડાના ઓમર્સ ફંડ અને સ્વિત્ઝરલેંડ ન્યૂરિક એરપોર્ટ ગ્રુપ સહિત 27 ફંડ હાઉસ સામેલ છે.
આ દુનિયાના એવા દિગ્ગજ ફંડ હાઉસ છે જે વધતા જતા દેશમાં રોકાણ કરીને કમાણી કરે છે. કોઇપણ દેશ વિકાસ કરવા માંગે છે પરંતુ જો આર્થિક મદદ ન મળે તો વિકાસ શક્ય નથી.
ભારત અત્યારે 7.5 ટકાના જીડીપી ગ્રોથ સાથે આગળ વધી રહ્યો છે. એવામાં આખી દુનિયાની નજર ભારત પર ટકેલી છે. અને વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશની ઘણી કંપનીઓના રોકાણ માટે પ્લેટફોર્મ પુરા પાડવામાં આવશે. તેનો સીધો ફાયદો ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાને થશે.
વડાપ્રધાન કરશે વન ટૂ વન મીટિંગ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દુનિયાના 27 મોટા ફંડ હાઉસ આવી રહ્યા છે. આ ફંડ હાઉસના પ્રમુખો સાથે વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતે મુલાકાત કરશે. આ મુલાકાત 18 જાન્યુઆરીના રોજ ગાંધીનગર મહાત્મા મંદિરમાં થશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ભારતના ઉભરતા અલગ-અલગ ક્ષેત્રો વિશે રોકાણકારોને માહિતગાર કરવામાં આવશે અને રોકાણ માટે આગ્રહ કરવામાં આવશે.
સ્વાભાવિક છે કે ભારતમાં બુલેટ ટ્રેન જેવા એક પ્રોજેક્ટમાં જો એક લાખ કરોડનું રોકાણ થાય છે તો રોકાણ કરનાર દેશ માટે પણ આગળ જતાં આ ફાયદાનો સોદો સાબિત થશે. એટલા માટે આ પ્રકારના ગ્લોબલ ફંડ હંમેશા સુરક્ષિત અને મજબૂત પ્લેટફોર્મની શોધમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે