ADHAAR ALERT! કરાવી લો આ આધાર કાર્ડમાં આ અપડેટ નહિ તો તમારા બાળકનું આધાર કાર્ડ થઈ શકે છે બંધ

જો બાળકની ઉંમર 5 વર્ષની થઈ હોય અને તમે બાળકનું બાયોમેટ્રીક અપડેટ નહિ કરાવ્યું હોય તો આધાર કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે. એટલે મહત્વનું છે કે તમે આ અપડેટ જરૂરથી કરાવો.
 

 ADHAAR ALERT! કરાવી લો આ આધાર કાર્ડમાં આ અપડેટ નહિ તો તમારા બાળકનું આધાર કાર્ડ થઈ શકે છે બંધ

નવી દિલ્હીઃ ADHAAR ALERT! આજના સમયમાં આધાર કાર્ડ દરેક માટે જરૂરી ડોક્યુમેન્ટ બની ગયો છે. UIDAIએ નવજાત બાળકોના પણ કાર્ડ બનાવવાની શરૂઆત કરી છે. જેના માટે માતા-પિતાએ પોતાના નવજાત શિશુના હૉસ્પિટલનું ડિસ્ચાર્જ સર્ટીફિકેટ અને માતા પિતામાંથી કોઈ પણ એક આધાર કાર્ડ જમા કરાવીને બાળ આધાર કાર્ડ બનાવી શકે છે. ત્યારે, જો બાળકની ઉંમર 5 વર્ષની થઈ હોય અને તમે બાળકનું બાયોમેટ્રીક અપડેટ નહિ કરાવ્યું હોય તો આધાર કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે. એટલે મહત્વનું છે કે તમે આ અપડેટ જરૂરથી કરાવો.

1. UIDAIએ આપ્યું એલર્ટ
આધાર કાર્ડની સંસ્થા UIDAIએ હાલમાં ટ્વિટ કરી માહિતી આપી છે કે, બાલ આધાર કાર્ડનો ઉપયોગ માત્ર 5 વર્ષ સુધી થઈ શકે છે. જો, 5 વર્ષ પછી બાયોમેટ્રીક અપડેટ ના કરાવ્યું હોય, તો બાલ આધાર કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે.

2. કેવી રીતે કરવું બાયોમેટ્રીક અપડેટ
તમારા બાળકના બાયોમેટ્રીકની અપડેટ કરાવવા માટે તમારે નજીકના આધાર સેન્ટપ પર જવાનું રહેશે. UIDAIના નિયમ મુજબ 5 વર્ષના બાળકનું બાયોમેટ્રીક અપડેટ કરાવ્યા બાદ તમારે ફરીથી જ્યારે, બાળક 15 વર્ષનું થાય. ત્યારે, ફરીવાર બાયોમેટ્રીક અપડેટ કરાવવાનું રહેશે.

3. કેટલો થશે ખર્ચ
બાયોમેટ્રીક બાળકો માટે જરૂરી છે અને અપડેટ મફત છે. બાયોમેટ્રીક અપડેટ માટે કોઈ ચાર્જ નથી આપવાનો હોતો. આ મામલે તમને કોઈ પણ વિગતો જોઈતો હોય તો તમે 1947 પર કોલ કરી માહિતી મેળવી શકો છો.

4. આધાર સેન્ટર પર બૂક કરાવો એપોઈન્ટમેન્ટ
તમારા નજીકના આધાર સેન્ટરની જાણકારી મેળવવા માટે UIDAIની વેબસાઈટ https://appointments.uidai.gov.in/easearch.aspx પર જવાનું રહેશે. તમારે આ વેબસાઈટ પરથી એપોઈન્ટમેન્ટ લઈને અપાયેલી તારીખે સેન્ટર પર જઈને બાયોમેટ્રીક અપડેટ કરાવવાનું રહેશે.

5. આ રીતે જાણો તમારા આધાર સેન્ટર
નજીકના આધાર સેન્ટર પર બાયોમેટ્રીક અપડેશન માટે સૌ પ્રથમ તમારે ડાયરેક્ટ લિંક appointments.uidai.gov.in/easearch.aspx પર ક્લિક કરવાની રહેશે. જ્યાં, તમારે સ્ટેટ, પોસ્ટલ (PIN) કોડ અથવા સર્ચ બોક્સમાંથી એક ઓપશન સિલેક્ટ કરી શકો. કોઈ એક ઓપશન સિલેક્ટ કરવા માટે તમારે માહિતી આપવી પડશે. જે પછી લોકેટ સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news