ટ્રાફિકના નિયમોમાં થવા જઇ રહ્યો મોટો ફેરફાર, નિયમો તોડશો તો વધશે ઇંશ્યોરેન્સ પ્રીમિયમ
નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં વધુ દંડ તો ચૂકવવો પડી રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર તમારે વ્હીકલનું મોટર ઇંશ્યોરેંસ પ્રીમિયમ વધી જશે. કારણ કે હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘને ઇંશ્યોરેંસ પ્રીમિયમ સાથે લીંક કરવામાં આવશે. ઇંશ્યોરેંસ IRDAI એ એક કમિટી બનાવી છે
Trending Photos
નવી દિલ્હી: વિદેશોની તર્જ પર હવે ભારતમાં પણ જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા નથી અને નિયમોનું પાલન કરીને ગાડી ચલાવો છો તો તમારે ઇંશ્યોરેંસ પ્રીમિયમ વધુ ચૂકવવું નહી પડે. કેંદ્વ સરકારના નિર્દેશ પર ઇંશ્યોરેંસ રેગુલેટર IRDAI ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ઇંશ્યોરન્સ પ્રીમિયન સાથે જોડશે. તેનો કેસ દુર્ઘટનાઓમાં ઘટાડો લાવવા અને લોકોમાં જાગૃતતા વધારવાનો છે.
નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં વધુ દંડ તો ચૂકવવો પડી રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર તમારે વ્હીકલનું મોટર ઇંશ્યોરેંસ પ્રીમિયમ વધી જશે. કારણ કે હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘને ઇંશ્યોરેંસ પ્રીમિયમ સાથે લીંક કરવામાં આવશે. ઇંશ્યોરેંસ IRDAI એ એક કમિટી બનાવી છે જે મોટર ઇંશ્યોરેંસ પોલિસીને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સાથે જોડીને ભલામણ કરશે અને કંપનીઓ પ્રીમિયમ વધારવાના ફોર્મૂલા માટે NCR રિઝનમાં એક પાયલટ પ્રોજેક્ટને અંજામ આપશે.
એક સપ્ટેમ્બરથી નવા નિયમ લાગૂ થયા બાદ મોટર ઇંશ્યોરેંસ રિન્યુઅલમાં જોરદાર વધારો થયો છે. કંપનીના અનુસાર ઓનલાઇન અને ઓફલાઇન બંને ચેનલો પર રિન્યુઅલ રેટ સાથે પૂછપરછમાં 30 થી 40 ટકાનો વધારો થયો છે. નવા નિયમ અનુસાર ઇંશ્યોરેંસ વિના પકડાતાં 2000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. એટલા માટે લોકોમાં ઇંશ્યોરેંસ સાથે જોડાયેલી જાગૃતતા વધી છે. આ ઉપરાંત રેગુલેટર IRDAI એ 4 રાજ્યો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં જે ગાડીઓના માલિકને મોટ ઇંશ્યોરેંસ રિન્યૂ કરાવ્યો નથી તેમને સૂચના મોકલવામાં આવી રહી છે કે જલદી ઇંશ્યોરેંસ કરાવે.
જનરલ ઇંશ્યોરેંસ કાઉંસિલના આંકડા અનુસાર રસ્તા પર ચાલનાર લગભગ 50 ટકા વ્હીકલ ઇંશ્યોરેંસ વિનાના છે અને તેમાં સૌથી વધુ સંખ્યા 2 વ્હીલર ગાડીઓની છે. દંડ વધારવા અને ઇંશ્યોરેંસ પ્રીમિયમને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સાથો જોડતાં રોડ અકસ્માતોમાં ઘટાડો આવશે ડ્રાઇવરોનું વલણ બદલાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે