2016થી સૌથી વધુ નોકરી શોધી રહ્યા છે લોકો, Google ના રિપોર્ટમાં સામે આવી વાત
Trending Photos
દેશમાં બેરોજગારી અથવા છે કે નહી, આ તો સરકારી આંકડા જ સ્પષ્ટ કરી શકે છે. પરંતુ, જે પ્રકારે ગૂગલ સર્ચ પર નોકરી શોધવાનો ક્રેજ વધી રહ્યો છે. તેનાથી લાગે છે કે નોકરી માટે લોકો ખૂબ પરેશાન છે. ગૂગલે તાજેતરમાં જ જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે તેની સચ્ચાઇ ઉજાગર કરી છે. ગત કેટલાક વર્ષમાં ગૂગલ સર્ચ પર લોકોએ સૌથી વધુ એક જ ફ્રેજને સર્ચ કર્યો. આ એટલા માટે ચોંકાવનાર છે કારણ કે, મોટાભાગના લોકો પોતાની આસપાસના વિસ્તારમાં જ નોકરી શોધી રહ્યા છે. ગત ચાર કે પાંચ વર્ષમાં લોકોએ સૌથી વધુ ગૂગલ પર 'નીયર મી' (Near Me) ને સર્ચ કર્યો છે.
આ સર્ચ 'મોબાઇલ સ્ટોર નિયર મી', 'સુપરમાર્કેટ્સ નિયર મી' અને 'ગેસ સ્ટેશન નિયર મી'ના રૂપમાં લોકો કરે છે. આ બધા વચ્ચે ખાસ વાત એ પણ છે કે યૂજર્સનો ગૂગલ સર્ચમાં નિયર મી પર ભાર રહે છે. ચારથી પાંચ વર્ષ દરમિયાન ગૂગલ દ્વારા તેને ફ્રેજને ટોપ સર્ચ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.
'જોબ્સ નીયર મી' શોધનારાઓની સંખ્યા વધી
તો બીજી તરફ, નોકરી શોધનારાઓની વાત કરીએ તો દેશમાં 'જોબ્સ નિયર મી' (jobs near me) ફ્રેજ સર્ચ કરનારાઓની સંખ્યામાં ગત સાડા ચાર વર્ષોમાં તેજી આવી છે. ગત બે વર્ષોમાં 'જોબ્સ નિયર મી' પ્રત્યે લોકોનું વલણ ઝડપથી મોટું છે. આ ફ્રેજ 2018ની દેશની ટોપ 10 સર્ચિગ લિસ્ટમાં 'નિયર મી'થી નીચે છે. ગૂગલ દ્વારા જાહેર કરવમાં આવેલા 'ઇયર ઇન સર્ચ'માં આ વિશે જાણકારી આપી. 'જોબ્સ નિયર મી' ફ્રેજ સર્ચ જાન્યુઆરી 2004થી ડિસેમ્બર 2018 સુધી આંકડા જાહેર કરવામાં આવ્યા.
આ રીતે વધતો ગયો 'જોબ્સ નિયર મી'નો ગ્રાફ
ગૂગલના રિપોર્ટ અનુસાર 2004 થી મે 2014 સુધી 'જોબ્સ નિયર મી'ને નોર્મલ રીતે સર્ચ કરવામાં આવ્યો. મે 2014માં 'જોબ્સ નિયર મી'ના સર્ચ આંકડા 1 દર્શાવવામાં આવ્યો. જૂન 2014માં આ આંકડો વધીને 2 થઇ ગયો. એપ્રિલ 2017માં આ આંકડો વધીને 17 થઇ ગયો. ચાર મહિના બાદ ઓગસ્ટમાં આ આંકડો વધીને 50 થઇ ગયો. એપ્રિલ 2018માં આ આંકડો વધીને 88 પર પહોંચી ગયો. જુલાઇ 2018માં આ 'જોબ્સ નિયર મી'નો આંકડો ઝડપથી વધ્યો અને 100ના સ્તર પર પહોંચી ગયો.
સૌથી વધુ પોપુલર રહ્યો શબ્દ
તમને જણાવી દઇએ કે ઉપર બતાવવામાં આવેલા બધા નંબર ગૂગલ પર કરવામાં આવેલા સટીક સર્ચને બતાવતા નથી. આ નંબર્સથી ફક્ત આ જાણકારી મળે છે કે યૂજર્સનો દિવસે ને દિવસે સંબંધિત ફ્રેજ અથવા શબ્દને સર્ચ કરવા પ્રત્યે રૂચિ વધી રહી છે. ગૂગલ પર 100 વેલ્યૂનો અર્થ છે કે સર્ચમાં તે ફ્રેજ અથવા શબ્દ સૌથી પોપ્યુલર છે. તો, 50 વેલ્યૂનો અર્થ છે કે સંબંધિત ટર્મના મુકાબલે અડધો પોપુલર છે, તો 0 સ્કોરનો અર્થ છે કે તેને દર્શાવવા માટે પર્યાપ્ત ડેટા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે