Special Train Time Table: 12 મેથી ચાલશે ટ્રેન, જૂઓ ટાઇમટેબલ અને ક્યાં-ક્યાં થશે સ્ટોપ
લૉકડાઉન વચ્ચે કાલથી એકવાર ફરી રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. આ હેઠળ દિલ્હીથી 15 ટ્રેન ચાલશે જે અલગ-અલગ શહેરો સુધી જશે.
Trending Photos
નવી દિલ્હીઃ મંગળવારે એકવાર ફરીથી રેલ સેવા શરૂ થઈ રહી છે. રેલ મંત્રાલય તરફથી દિલ્હીથી શરૂ થનારી તમામ 15 ટ્રેનોનો સમય જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ટ્રેન દેશના અલગ-અલગ 15 શહેરોમાં જશે અને જોડી પ્રમાણે ચાલશે. આજે સાંજે 4 કલાકથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે.
રેલવે તરફથી જે શેડ્યૂલ જારી કરવામાં આવ્યો છે, તે અનુસાર દિલ્હી હાવડા માટે દરરોજ ટ્રેન ચાલશે. 12 તારીખે હાવડાથી સાંજે 4.50 કલાકે ટ્રેન રવાના થશે, જે આગામી દિવસે 10 કલાકે પહોંચશે. તો દિલ્હીથી સાંજે 4.55 કલાકે રવાના થશે અને 9.55 કલાકે હાવડા પહોંચશે.
વચ્ચે આ ટ્રેન ધનબાદ, ગયા, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, પ્રયાગરાજ અને કાનપુર સેન્ટ્રલ રોકાશે.
નોટઃ
- દિલ્હીથી ઉપડનારી તમામ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના થશે.
- ટ્રેનોનો કોઈ નંબર હશે નહીં, સ્પેશિયલ ટ્રેનના નામથી ચાલશે.
- આ ટ્રેન દરેક જગ્યાએ નહીં અમુક સ્થળ પર ઉભી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે