108 રૂપિયાથી 1000 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 10 ગણા વધાર્યા ઈન્વેસ્ટરોના પૈસા
શેર બજાર ઈન્વેસ્ટરો પર પૈસાનો વરસાદ કરી રહ્યું છે. કેટલાક શેર તો એવા છે જેણે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આજે અમે જે સ્ટોકની વાત કરી રહ્યાં છીએ તે 31 જુલાઈ 2020ના 108.55 રૂપિયા પર બંધ થયો હતો, આજે તેનો ભાવ 1000ને પાર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં રોકાણ કરી કમાણી કરવા માટે જરૂરી છે કે તમે તે શેર પર દાવ લગાવો જેના કામકાજ અને નફામાં તેજી આવવાની સંભાવના હોય. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરી મલ્ટીબેગર રિટર્ન મેળવવા ઈચ્છો છો તો માર્કેટમાં એવા ઘણા સ્ટોક હાજર છે જે ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપવામાં સફળ રહ્યાં છે. બસ રોકાણ કરવા માટે તમારે આ સ્ટોક પર ધ્યાન રાખવું પડશે. આજે અમે એક એવા શેરની વાત કરી રહ્યાં છીએ જેણે પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ બનાવ્યા છે. આ સ્ટોક છે પ્રીમિયર એક્સપ્લોસિવ્સ લિમિટેડ (premier explosives stock)નો.
પ્રીમિયર એક્સપ્લોસિવ્સ લિમિટેડના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. મલ્ટીબેગર ડિફેન્સ સ્ટોક જે 31 જુલાઈ 2020ના 108.55 રૂપિયા પર બંધ થયો હતો, આજે 1002.80 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન સ્ટોકે 823%નું રિટર્ન આપ્યું છે.
1 લાખ 9 લાખથી વધુ થઈ ગયા
ત્રણ વર્ષ પહેલાં પ્રીમિયર એક્સપ્લોઝિવ સ્ટોકમાં રોકાયેલ રૂ. 1 લાખની રકમ આજે રૂ. 9.23 લાખમાં ફેરવાઈ ગઈ હશે. તેની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 77.70 ટકા વધ્યો છે. શેર 1 ઓગસ્ટના રોજ 9.41 ટકા વધીને રૂ. 1026.40ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. 4 ઓગસ્ટ, 2022ના રોજ 52 સપ્તાહની નીચી સપાટી રૂ.318 પર પહોંચ્યો હતો. પ્રીમિયર એક્સપ્લોઝિવ્સના શેર એક વર્ષમાં 199 ટકા અને આ વર્ષની શરૂઆતથી 139.21 ટકા વધ્યો છે.
કંપનીના નફામાં સતત વધારો
ડિફેન્સ ફર્મનો જૂન ક્વાર્ટરનો નફો વર્ષના આધાર પર છ ગણો વધી ગયો. પ્રીમિયર એક્સપ્લોસિવ્સે જૂન ક્વાર્ટરમાં 8.21 કરોડનો નફો કર્યો છે. જ્યારે પાછલા વર્ષના આ સમાનગાળા દરમિયાન તેનો નફો 1.26 કરોડ રૂપિયા હતો. અગાઉના ક્વાર્ટરમાં આવક વધીને રૂ. 61.95 કરોડ થઈ હતી જે 2022ના જૂન ક્વાર્ટરમાં રૂ. 51.77 કરોડ હતી. શેરદીઠ કમાણી (EPS) જૂન 2022 ક્વાર્ટરમાં રૂ. 2.17ની સામે પ્રથમ ક્વાર્ટરમાં વધીને રૂ. 7.64 પર પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે