TATA Tigor Electric સિંગલ ચાર્જમાં 350KM દોડશે, કારની કિંમત જાણી વિશ્વાસ નહીં થાય
ભારત સહિત દુનિયાભરમાં ઈલેક્ટ્રિક કારોની ડિમાન્ડ ખુબ ઝડપથી વધી રહી છે. હવે લોકો પેટ્રોલ-ડીઝલ છોડીને વીજળીથી ચાલતી કારોને ડ્રાઈવ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પરંતુ ઈલેક્ટ્રિક કારોની કિંમત હજુ પણ ગ્રાહકો માટે પડકાર બની રહી છે. આથી ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે સસ્તા ભાવે પોતાની ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરમાં ઈલેક્ટ્રિક કારોની ડિમાન્ડ ખુબ ઝડપથી વધી રહી છે. હવે લોકો પેટ્રોલ-ડીઝલ છોડીને વીજળીથી ચાલતી કારોને ડ્રાઈવ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પરંતુ ઈલેક્ટ્રિક કારોની કિંમત હજુ પણ ગ્રાહકો માટે પડકાર બની રહી છે. આથી ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે સસ્તા ભાવે પોતાની ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
સિંગલ ચાર્જમાં 350 KM દોડશે
ટાટા મોટર્સની ઓફિશિયલ વેબસાઈટ મુજબ આગામી 31 ઓગસ્ટે ભારતમાં ટાટા ટિગોર ઈલેક્ટ્રિક(Tata Tigor Electric) લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલા જ આ કારને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે તે ટાટાની બેસ્ટ સેલિંગ કારમાંથી એક છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કાર ડિલરશીપ સુધી પહોંચવા લાગી છે અને કેટલાક ફીચર્સ ડિટેલ પણ સામે આવી ગયા છે. જેનાથી જાણવા મળ્યું છે કે ન્યૂ ટાટા ટિગોર ઈવી (New Tata Tigor EV) સિંગલ ચાર્જમાં 350 કિમી સુધીની રેન્જ આપી શકે છે.
PM kisan: મોટા ખુશખબર!, હવે ખેડૂતોને વર્ષે 6,000ની જગ્યાએ મળી શકશે 36,000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ
Ziptron EV ટેક્નોલોજીથી લેસ
ટાટા મોટર્સે તાજેતરમાં ન્યૂ ટિગોરનો એક ટિઝર વીડિયો પણ લોન્ચ કર્યો. જેમાં કારના લુક અને ફીચર્સ અંગે જાણવા મળ્યું હતું. વીડિયો મુજબ ટાટા ટિગોર ઈવીમાં પણ બેસ્ટ સેલિંગ ઈલેક્ટ્રિક એસયુવી Tata Nexon EVની જેમ જ Ziptron EV ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. ઝિપટ્રોન પાવર્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ અંગે ટાટા મોટર્સનો દાવો છે કે તેની બેટરીની રેન્જ 250 કિલોમીટર હોય છે. હવે નવા પાવરટ્રેનમાં બેટરી રેન્જ વધુ સારી થવાની આશા છે. ટાટા ટિગોર ઈવી 10-12 લાખ રૂપિયાની રેન્જમાં રજુ થઈ શકે છે.
Fasten your seatbelts. The all-new EV from Tata Motors is here! #Ziptron #ZiptronElectricAscent #TataMotors #ElectricVehicle #TataMotorsEV pic.twitter.com/OKMuKrK4BD
— Tata Motors Evolve To Electric (@Tatamotorsev) August 11, 2021
5.9 સેકન્ડમાં પકડશે 60ની રફતાર
ટાટાની આ ઈલેક્ટ્રિક કારમાં 55kW ની ઈલેક્ટ્રિક મોટર અને 26kWh નો લિથિયમ આયન બેટરી પેક હશે. એવો દાવો થઈ રહ્યો છે કે માત્ર 5.9 સેકન્ડમાં તેને 60kmph ની સ્પીડથી ચલાવી શકાશે. ટાટા મોટર્સ આ કાર પર 8 વર્ષ અને 1,60,000 km સુધીની બેટરીની ગેરંટી આપશે. ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ પર તેની બેટરીને માત્ર એક કલાકમાં 80 ટકા ચાર્જ કરી શકાશે. જ્યારે ઘરમાં ચાર્જ થવા માટે 8.5 કલાક લાગશે. અત્રે જણાવવાનું કે ટાટા મોટર્સની નેક્સોન ઈવી હાલ ભારતમાં ખુબ વેચાઈ રહી છે અને તેને સિંગલ ચાર્જમાં તમે 312 કિમી સુધી ચલાવી શકો છો.
ટાટા મોટર્સે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક
ટાટા મોટર્સનો આ દાવો કોઈ માસ્ટરસ્ટ્રોકથી ઓછો નથી. તેનાથી ટાટાનું સેલ વધશે અને બીજી વાહન બનાવતી કંપનીઓ પણ ઈલેક્ટ્રિક કારોના ભાવ ઓછા કરવા માટે મજબૂર થઈ જશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા એવા પણ ખબર આવ્યા છે કે ટાટાની ઈલેક્ટ્રિક કાર લોન્ચ થતા જ અનેક કંપનીઓ સસ્તા ભાવે નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. બધુ મળીને ગ્રાહકોને તો ફાયદો જ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે