1300 રૂપિયા પર જશે ટાટાનો આ શેર, સતત કરી રહ્યો છે માલામાલ, એક્સપર્ટે કહ્યું- ખરીદો
જો તમે ટાટા ગ્રુપના કોઈ શેર પર દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે ટાટા ગ્રુપની કંપની વોલ્ટાસના શેર પર ફોકસ કરી શકો છો.
Trending Photos
Tata Group Stock: જો તમે ટાટા ગ્રુપના કોઈ શેર પર દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા કામના સમાચાર છે. તમે ટાટા ગ્રુપની કંપની વોલ્ટાસના શેર પર ફોકસ કરી શકો છો. કંપનીના શેર પર માર્કેટ એક્સપર્ટ બુલિશ છે અને તેને ખરીદવાની ભલામણ કરી રહ્યાં છે. પાછલા શુક્રવાર 5 એપ્રિલે વોલ્ટાસનો શેર 2 ટકા વધી 1241.05 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો હતો. આ તેનો 52 વીકનો હાઈ પણ છે.
1350 રૂપિયા પર જઈ શકે છે શેર
એચએસબીસી ગ્લોબલ રિસર્ચે આગામી કેટલાક વર્ષમાં કંપનીની આવકમાં વધારાનો હવાલો આપતા વોલ્ટાસ લિમિટેડની ટાર્ગેટ પ્રાઇઝ વધારી દીધી છે. બ્રોકરેજે સ્ટોક પર બાય રેટિંગ યથાવત રાખ્યું છે. બ્રોકરેજ ફર્મે વોલ્ટાસ પર પોતાની ટાર્ગેટ પ્રાઇઝ પહેલાના 1250થી વધારી 1350 રૂપિયા કરી દીધી છે. એચએસબીસીએ એક નોટમાં કહ્યું- અમે સ્ટોક પર અમારૂ બાય રેટિંગ યથાવત રાખીએ છીએ કારણ કે અમારૂ માનવું છે કે વોલ્ટાસ ભારતમાં અન્ડરપેનિટ્રેટેડ રૂમ એસી કેટેગરી માટે સૌથી સારી પ્રોક્સીમાંથી એક છે.
કંપનીએ વેચી 2 મિલિયન યુનિટ એસી
વોલ્ટાસનું એસી વેચાણ પાછલા વર્ષ (2023-24) માં 35 ટકાના વધારા સાથે 20 લાખ યુનિટને પાર થઈ ગયું છે. કંપનીએ રવિવારે આ જાણકારી આપી છે. આ સાથે વોલ્ટાસ ઘરેલુ બજારમાં આ આંકડો પાર કરનારી પ્રથમ કંપની બની ગઈ છે. ટાટા ગ્રુપની કંપનીએ જણાવ્યું કે આ પ્રદર્શનનો શ્રેય વર્ષ દરમિયાન કૂલિંગ ઉત્પાદકોની સતત માંગ, એક મજબૂત ઓફલાઈન અને ઓનલાઈન વિતરણ નેટવર્ક અને ઈનોવેશન આધારિત નવા ઉત્પાદન રજૂ કરવાને આપ્યું છે. વોલ્ટાસે કહ્યું- કંપનીએ નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન 35 ટકાના વધારા સાથે 20 લાખથી વધુ એસી વેચવાની સિદ્ધિ મેળવી, જે ભારતમાં કોઈ બ્રાન્ડ દ્વારા નાણાકીય વર્ષમાં એસીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે.
નિવેદન અનુસાર- વોલ્ટાસ ભારતમાં એસી ઉદ્યોગમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરનાર પ્રથમ બ્રાન્ડ છે. દેશનું આવાસીય એસી બજાર નાણાકીય વર્ષ 2023-2024માં 1 કરોડ રહેવાનું અનુમાન છે. આ આંકડો ચાલુ નાણાકીય વર્ષમાં વધી 1.15 કરોડ એકમ પર પહોંચી શકે છે.
(ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે