Multibagger: ત્રણ રૂપિયાથી 1200ને પાર પહોંચ્યો શેર, 25 હજાર લગાવનાર બની ગયા કરોડપતિ
શેર બજારમાં ઘણી એવી કંપની છે જેણે રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. આવી એક કંપની Tanla Platforms છે. જેણે છેલ્લા 10 વર્ષમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર માર્કેટના જાણકાર કહે છે કે જો માટે પૈસા કમાવા છે, તો યોગ્ય સ્ટોક પર દાવ લગાવવાની સાથે તેમાં લાંબા સમય સુધી રોકાણ કરવું જોઈએ. આવા ઘણા શેર છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. તેમાંથી એક સ્ટોક છે કોમ્યુનિકેશન્સ કંપની તાનલા પ્લેટફોર્મ (Tanla Platforms Share) નો શેર આજે દબાવમાં જોવા મળી રહ્યો છે. પરંતુ લોન્ગ ટર્મમાં આ સ્ટોકે પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. લોન્ગ ટર્મમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 10 વર્ષમાં આ સ્ટોકે 25 હજાર રૂપિયાનું રોકાણ કરનારને કરોડપતિ બનાવી દીધા છે.
3 રૂપિયાથી 1200ને પાર
શુક્રવારે આ સ્ટોક 0.44 ટકાના સામાન્ય વધારા સાથે 1220 રૂપિયા પર બંધ થયો હતો. તાનલા પ્લેટફોર્મનો શેર 26 જુલાઈ 2012ના 3.05 રૂપિયા પર વેચાઈ રહ્યો હતો. પરંતુ હવે તે 1200 રૂપિયાના આંકડાને પાર કરી ગયો છે. એટલે કે ત્યારે કોઈ ઈન્વેસ્ટરે આ સ્ટોક પર 25 હજાર રૂપિયા લગાવ્યા હોત તો આજે તે કરોડપતિ બની ગયો હોત. પરંતુ ટાનલા પ્લેટફોર્મના સ્ટોકે ટૂંકા ગાળામાં પણ જોરદાર રિટર્ન આપ્યું છે. આ વર્ષે 27 માર્ચે સ્ટોક 506 રૂપિયા પર પોતાના એક વર્ષના નિચલા સ્તર પર હતો.
4 મહિનામાં 160 ટકાનો વધારો
માર્ચમાં આ સ્ટોકમાં ખરીદી જોવા મળી અને તે ચાર મહિનામાં 160 ટકા ઉછળી 24 જુલાઈ 2023ના પોતાના એક વર્ષના હાઈ લેવલ 1317.70 રૂપિયા પર પહોંચી ગયો હતો. ટાનલા પ્લેટફોર્મના શેરમાં આવેલા ઘડાડાને ઘરેલૂ બ્રોકરેજ ફોર્મ ઈન્વેસ્ટર્સ માટે તક જણાવી રહ્યાં છે, તેનું કહેવું છે કે આ સ્ટોકમાં રોકાણ કરવાની ગોલ્ડન તક છે.
કંપનીનું નાણાકીય પ્રદર્શન
જૂનના ક્વાર્ટરમાં ટાનલા પ્લેટફોર્મનું રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 9.3 ટકાના દરેથી વધ્યું છે. આ છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ ગ્રોથ છે. જૂન ક્વાર્ટરમાં કંપનીને 916.17 કરોડ રૂપિયાનું રેવેન્યૂ હાસિલ થયું છે. આ દરમિયાન કંપનીનો નફો 12.57 ટકા વધી 135.40 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
શું કરે છે કંપની?
કંપની કમ્પ્યૂટર સોફ્ટવેર ડેવલોપ કરે છે. કંપની મેસેજિંગ, વોયસ, ઈન્ટરનેટ અને અન્ય ક્લાઉડ કમ્યુનિકેશન સોલ્યૂશન પ્રોવાઇડ કરાવે છે. આ સિવાય કંપની એડવાન્સ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સ ડેવલોપ અને ડિલીવર કરે છે. એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડા અનુસાર કંપનીના મોટાભાગના શેર પબ્લિક પાસે છે.
(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. તમે તમારા એડવાઇઝરની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે