Online Shopping અને Foodie લોકો માટે લોન્ચ થયું ક્રેડિટ કાર્ડ, ફાયદા જાણી કૂદકા મારશો

જો તમે દરરોજ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગી (Swiggy) નો ઉપયોગ કરો છો અને વધુ ઓનલાઈન શોપિંગ કરો છો, તો સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડ (Swiggy HDFC Bank Credit Card) તમારા માટે એક શ્રેષ્ઠ કાર્ડ સાબિત થઈ શકે છે.

Online Shopping અને Foodie લોકો માટે લોન્ચ થયું ક્રેડિટ કાર્ડ, ફાયદા જાણી કૂદકા મારશો

Credit Card: જો તમે દરરોજ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગી (Swiggy) નો ઉપયોગ કરો છો અને વધુ ઓનલાઈન શોપિંગ કરો છો, તો સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડ (Swiggy HDFC Bank Credit Card) તમારા માટે એક શ્રેષ્ઠ કાર્ડ સાબિત થઈ શકે છે. તાજેતરમાં આ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડનો ઉપયોગ માસ્ટરકાર્ડ (Mastercard) સ્વીકારતા તમામ વેપારી આઉટલેટ્સ અથવા ઑનલાઇન પ્લેટફોર્મ પર થઈ શકે છે.

કેશબેક રિડીમ કરવાની જરૂર નથી
સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડ પર કેશબેક રિડીમ કરવાની જરૂર નથી. આ કાર્ડમાં ઓટો-ક્રેડિટ કેશબેકની સુવિધા છે. બિલ જનરેશનના 10 દિવસની અંદર તમને Swiggy Money માં કેશબેક મળે છે. નોંધનીય છે કે સ્વિગી મની મનીનો ઉપયોગ ફક્ત સ્વિગી પ્લેટફોર્મની અંદરના વ્યવહારો માટે જ થઈ શકે છે.

કાર્ડની ખાસ વિશેષતાઓ-
- કાર્ડધારકોને વેલકમ બેનિફિટના રૂપમાં સ્વિગી વન (Swiggy One) ની 3 મહિનાની મેંમ્બરશિપ ફ્રી મળશે.
-  જો યુઝર્સ સ્વિગી દ્વારા કંઈક ઓર્ડર કરે છે, જેમ કે ફૂડ ડિલિવરી, ક્વિક ગ્રોસરી ડિલિવરી, ડાઈનઆઉટ અને અન્ય સેવાઓ અને આ કાર્ડ દ્વારા પેમેન્ટ કરે છે, તો 10 ટકા કેશબેક મળશે. આ કેટેગરીને દર મહિને 1500 રૂપિયા સુધીના કેશબેકનો લાભ મળશે.
-  આ કાર્ડ દ્વારા Amazon, Flipkart, Nykaa, Ola, Uber અને 1000+ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કરવામાં આવેલી ખરીદી પર 5 ટકા કેશબેક મળશે. આ કેટેગરીને દર મહિને 1500 રૂપિયા સુધીના કેશબેકનો લાભ મળશે.
-  આ ઉપરાંત ગ્રાહકો અન્ય તમામ ખર્ચ પર 1% કેશબેક મેળવી શકે છે. આ કેટેગરીને દર મહિને 500 રૂપિયા સુધીના કેશબેકનો લાભ મળશે.
-   ભાડાની ચુકવણી, વોલેટ લોડ, EMI વ્યવહારો વગેરે પર કોઈ કેશબેક ઉપલબ્ધ રહેશે નહીં.
-   આ કાર્ડ કોન્ટેક્ટલેસ ટેક્નોલોજીથી સજ્જ છે, જે ગ્રાહકોને 'ટેપ એન્ડ પે' ની સુવિધા પણ આપે છે એટલે કે કાર્ડ સ્વાઈપ કર્યા વગર POS મશીન પર માત્ર ટેપ કરીને પેમેન્ટ કરી શકાય છે.

સ્વિગી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડના ચાર્જીસ
- આ કાર્ડની જોઇનિંગ ફી રૂ. 500 છે.
- આ કાર્ડની રીન્યુઅલ મેમ્બરશીપ ફી રૂ.500 છે. જો કે, એક વર્ષમાં 2 લાખ રૂપિયા ખર્ચ્યા બાદ રિન્યુઅલ ફી માફ કરવામાં આવે છે.

સ્વિગી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ માટે એલિઝિબિટી
-  પગારદાર અથવા સેલ્ફ ઇંપ્લોઇડ વ્યક્તિ આ કાર્ડ લઈ શકે છે.
-  21 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો અને ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા પ્રતિ માસનો કુલ પગાર મેળવતા નોકરીયાત લોકો અરજી કરી શકે છે.
-  આ કાર્ડ માટે 21 વર્ષથી 65 વર્ષની ઉંમરના અને 6 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા સેલ્ફ ઇંપ્લોઇડ ધરાવતા લોકો અરજી કરી શકે છે.

આ ક્રેડિટ કાર્ડને આગામી 7-10 દિવસોમાં સ્વિગીની એપ પર તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે, જેના પછી પાત્ર ગ્રાહકો તેના માટે અરજી કરી શકશે.સ્વિગીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર રાહુલ બોથરાએ જણાવ્યું હતું કે, ‘અમારા ગ્રાહકોને બેજોડ સગવડ પૂરી પાડવી એ સ્વિગી ખાતે અમે જે કંઈ પણ કામ કરીએ છીએ તેના હાર્દમાં છે. અમને એ ખ્યાલ છે કે, આધુનિક જમાનાના ગ્રાહકો સક્રિયપણે રીવૉર્ડ્સ, ઑફરો અને કૅશબૅક પ્રોગ્રામ્સને ઇચ્છે છે, જે તેમના ખર્ચમાં મૂલ્યવૃદ્ધિ કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે એચડીએફસી બેંક અને માસ્ટરકાર્ડની સાથે સહભાગીદારીમાં આ બધાં જ લાભને આવરી લેનારું એક ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે, જે વિવિધ કેટેગરીઓની રેન્જમાં રોજબરોજની ખરીદીને ખૂબ જ લાભદાયી અને સુગમ બનાવશે.’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news